SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અંગ હૃદયની વાત કરી. સમગ્ર શરીરના યંત્રની સંરચનામાં એકેએક અંગો એકબીજાની સાથે સુમેળ સાધી સતત પોતાનું કાર્ય બજાવે છે. જીવે પૂર્વભવોમાં કરેલા સત્કર્મો દ્વારા ઉપાર્જન કરેલા પુણ્યકર્મથી જ જીવને સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળે છે, તેની આ સઘળી કમાલ છે. માત્ર આટલું જ નહિ પણ આ શરીરનું યંત્ર સ્વસ્થ રહે છે. આયુષ્યના અંત સુધી જીવનમાં દરેક પળે જીવને જીવનક્રિયાનું સામર્થ્ય આપે છે. આ સઘળી પણ તેની જ કમાલ છે. પ્રયત્નો તમારા શરીરને સાચવવાના સ્વસ્થ રાખવાના પૂરેપૂરા હોય પણ હુકમનું પાનું કર્મસત્તાના હાથમાં છે. આ નક્કર અને ત્રિકાલાબાધિત સત્ય છે. જે આજે પ્રત્યક્ષ જોવાય છે. વર્તમાનના દૂષિત પર્યાવરણમાં પણ, ૮૦-૯૦-૧૦૦ વર્ષ સુધી સુંદર શરીરના પુણ્યવાળા ય છે, અને ૪૦-૫૦ વર્ષે પણ અનેક ઉપચારો છતાં પુણ્યની ખામીથી અનેક તકલીફો ભોગવવી પડે છે. તેવા રોગ, શોક, અને દુઃખથી પીડિત મનુષ્યો પણ છે. પૂર્વમાં જીવદયા, જયણા અને દાનાદિ સત્કર્મોથી જીવોને સુખ આપ્યું છે. ઘણાને દુઃખી નથી કર્યા, તેવા પુણ્યશાલી જીવને આ ભવમાં તેનું ફળ અવશ્ય મળે છે. છપર્યાપ્તિનું સ્વરૂપ - પર્યાપ્તિ એટલે જીવનક્રિયાઓ માટેનું, એક વિશિષ્ટ ઉપકરણ, અને આત્માની શક્તિ. કર્મગ્રંથ મુજબ જીવને બંધાયેલા ૮ કર્મો પૈકી છä “નામકર્મ નામનું છે. તેના ૧૦૩ પેટા ભેદમાં, શરીર સંરચના સંબંધી પુણ્યકર્મના ભેદોમાં એક ભેદ “પર્યાપ્તિ નામકર્મ છે. તેનાથી જીવને શરીરમાં ૬ પર્યાપ્તિઓ પ્રાપ્ત થાય છે. પર્યાપ્તિ એ પારિભાષિક શબ્દ છે. પર્યાપ્તિ = શરીરમાં આવેલું વિશિષ્ટ ઉપકરણ-સાધન (જેવી રીતે ચમચી ચીપીયો, પાવડો વિગેરે કોઈ વસ્તુને લેવાના સાધન છે, જેનાથી જીવ જીવનની તે તે ક્રિયાઓને કરી શકે છે. પર્યાપ્તિનો બીજો અર્થ આત્માની વિશિષ્ટ શક્તિ પણ કરાય છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy