________________
(૩૬) સૂત્ર - ૧૯:- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર-પર્યાપ્તિઓ. ૨૦૧ દા.ત. સોય દોરો હોય, પણ અણી તીક્ષ્ણ ન હોય તો કામ ન કરી શકે, તેમજ સોદોરોનો ઉપયોગ, કપડું સાંધવા માટે કેવી રીતે કરવો તે આવડતું ન હોય, એટલે કે તેવી શક્તિ ન હોય તોય સોય દોરો મળવા છતાં પણ કાર્ય ન કરી શકે. અથવા વાહન એ સ્થળાંતર કરવાનું સાધન છે. તે બગડેલું ન હોય તે પણ જરૂરી છે, તેમજ તેનો ઉપયોગ કરતાં આવડવું પણ જરૂરી છે એટલે કે તેવી શક્તિ પણ જરૂરી છે. તેવી રીતે પર્યાપ્તિ એટલે “સાધન” પણ અને શક્તિ પણ. દા.ત.
(૧) આહાર પર્યાપ્તિ :- એ સાધન છે. તે સાધન (અવયવ) જીવે લીધેલા ખોરાકનું પાચન કરીને શોષી બાકીના મળને જુદુ કરીને, નિકાલ માટે આગળ જવા દે. આહાર શોષવા આદિનું વિશિષ્ટ પુદ્ગલ રચનાવાળું જે ઉપકરણ, અને કર્મજનિત આત્માની શક્તિથી આ થાય છે. (વર્તમાન શરીર શાસ્ત્ર મુજબ જઠર, આંતરડા વિગેરે પાચનતંત્રના અવયવો, અને તેના દ્વારા લીધેલા આહારમાંથી શરીરને યોગ્ય રસ શોષી લેવાની આત્માની શક્તિ ).
(૨) શરીર પર્યાપ્તિ - શોધેલા આહારમાંથી રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, આ ૭ ધાતુરૂપ શરીર બનાવે. વળી આ પર્યાપ્તિ શરીરમાં મસ્તકથી માંડી પગ સુધી જરૂરિયાત મુજબ તેને પહોંચાડે. ઘસારાના સ્થળે ખૂટતું તત્ત્વ પહોંચાડી શરીરને ટકાવી રાખે. મસ્તક, હૃદય, પાચનતંત્રના અંગોની રચના વિગેરે સઘળું આ પર્યાપ્તિના કાર્યમાં સમાય.
(૩) ઇન્દ્રિય પર્યાપ્તિ -એ, સાતધાતુ રૂપે બનેલા શરીરમાંથી વધુ સારભૂત પુદ્ગલોને શોષીયથાયોગ્ય રીતે ઇન્દ્રિયોની રચના કરે. તે ઇન્દ્રિયોનું સ્વરૂપ આ રીતે છે. (૧) સ્પર્શેન્દ્રિય = જ્ઞાનતંતુ વિગેરે સર્વ શરીરમાં વ્યાપ્ત ચામડી, અને સ્પર્શ પારખવાની શક્તિ. (૨) રસનેન્દ્રિય = જીભમાં આવેલું સુરપ્ર-અસ્ત્રા-આકારનું તીખા, ગળ્યાદિ રસને પારખવાનું (taste buds) ઉપકરણ, અને શક્તિ. જેને વર્તમાન શરીરશાસ્ત્રમાં સ્વાદગ્રંથિ વિગેરે કહે છે. (૩) ઘ્રાણેન્દ્રિય = નાકમાં આવેલું કદંબના પુષ્પના આકારનું ગંધને