________________
(૨૩) સૂત્ર-૧૧ :- વિજ્ઞાનનો પરમાણું - Quark
૧૨૧
પણ અનેક અણુઓનો સ્કંધ (Molecule) છે. આ વસ્તુ તેમના બયાનો જ સિદ્ધ કરી આપે છે. તેઓ મુજબ પદાર્થનો અણું, એટમના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે તેની ફરતે જુદી જુદી ભ્રમણ કક્ષામાં પરિક્રમણ કરતા, ઇલેકટ્રોન, તેમજ અન્ય કણોના સમૂહથી બનેલો છે.
વિજ્ઞાનનો પરમાણું Quark (કવાર્ક)
વર્તમાન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રીઓ આગળ આ સળગતા પ્રશ્નો છે : (૧) વસ્તુઓ વાસ્તવમાં શાની બનેલી છે ? (૨) અંતિમ પાયાના ટુકડા (ભૌતિક પદાર્થના મૂળ ઘટક cell) સુધી આપણે પહોંચ્યા છીએ ? તેના જવાબ માટે અમેરિકામાં ઘણા વિસ્તૃત અને ખર્ચાળ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા. અણુના કેન્દ્રમાંથી આવિર્ભૂત થતા કણો આશ્ચર્યકારક રીતે વધતા જ ગયા. તેમાંના કેટલાક Electron, Neutron, Poins, Up, Down Muons, Charm, Strange a, Tay, Gluons, Top, Bottom વિગેરે તેમ જ Bosons, Gravitons વિગેરે તેમ જ તેના પ્રતિકણો.
MATTER
ELECTRON NUCLEUS
PROTON QUARKS
= ની કે લો
ATOM
પદાર્થના કણની આસપાસ
ચિત્ર બતાવે છે કે કોઈ પણ વસ્તુનો ટુકડો અનેક અણુઓથી બનેલો છે. દરેક અણુ કેન્દ્રમાં, પ્રોટોન વિગેરે કણો અને આસપાસ પરિક્રમણ કરતા ઇલેકટ્રોન ધરાવે છે. પ્રોટોનના પણ આગળ વધુ ટુકડા થઈ શકે છે.
પ્રોટોનને, અત્યંત ગતિમાં રહેલા પ્રોટોન અને, ઇલેકટ્રોનના અસ્રો વડે તોડવામાં આવ્યા તો જણાયું કે, વાસ્તવમાં તેઓ પણ નાના કણોના બનેલા છે. ભૌતિકશાસ્ત્રી Murray Gell Mann (નોબલ પ્રોઇઝ વિજેતા