________________
(૨૭) સૂત્ર-૧૪-પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ
૧૪૭ શાસ્ત્રોમાં આવા અનેક બનાવોનું વર્ણન છે જ્યાં સામાન્ય કાર્ય કારણ ભાવ ન સમજાય તેવો હોય છે. દા.ત. સામાન્ય રીતે પાણી એક સમાન સપાટી ધરાવતું હોય છે. પણ લવણસમુદ્રની મધ્યમાં ૧૦,૦૦૦ યોજના જાડી અને ૧૦૦૦ યોજન ઊંચી પાણીની ભીંત છે. તે ક્ષેત્રમાં પાણી તેના સામાન્ય સ્વભાવથી વિરુદ્ધપણે વર્તે છે. એટલે આવી બાબતોને શાસ્ત્ર વચનથી જ સ્વીકારવી જોઈએ. (જુઓ પૃ ૧૭૩૭૪) તર્કવાદ કે પ્રત્યક્ષવાદનો આશ્રય કરવો ત્યાં ઉચિત નથી. જ્યાં તર્ક પહોંચી શકે છે, તેવી બાબતો અવશ્ય તર્કથી જ સમજવી અને સમજાવવી જોઈએ. પરંતુ જયાં શાસ્ત્ર શ્રદ્ધાગમ્યતા જણાવી હોય ત્યાં માત્ર શ્રદ્ધાનો જ આશ્રય કરવો ઉચિત છે. ત્યાં તર્કનો આશ્રય કરવાથી તત્ત્વને પામી શકાતું નથી. કુગુરુઓ અંધશ્રદ્ધા તરફ જગતને દોરે છે -
માત્ર તર્કવાદ, પ્રત્યક્ષવાદ, કે પ્રયોગવાદનો આશ્રય કરવાથી અશ્રદ્ધા તરફ ઢળી જવાતો લોક જોવાય છે. તો વળી એકલો શ્રદ્ધાવાદ બાબા વાક્ય પ્રમાણમ્’ અપનાવતાં અંધશ્રદ્ધામાં ખેંચાઈ જતા હોય છે. જો ગી-જતિ-સંન્યાસી-બાવાઓ, બાબાઓ, બાપુઓ વિગેરેના ચમત્કારોમાં જ અધ્યાત્મ માનનારાઓ તેનાથી અંજાઈ જાય છે. તેથી જ ધર્મના નામે ધતિંગ ચાલતા રહેતા હોય છે. કેટલાક તો ભગવાનના સત નો નિર્ણય પણ ચમત્કારના આધારે જ કરતા હોય છે. ચમત્કાર થાય તો કહે ભગવાનમાં સત્ છે. ચમત્કાર તો જાદુગર પણ કરે છે, પણ તે હાથચાલાકી તરીકે જ ખતવાય છે, અને મનોરંજન માટે જ કરે છે. પણ ભોળાભક્તોને ફસાવવા ધર્મગુરુઓ કરે તે માયાવી છે, અને કોને ગેરમાર્ગે દોરનાર છે. શાસ્ત્રોએ આવા ધર્મગુરુઓને કુગુરુ, અને વેષવિડંબક કહી વખોડ્યા છે. આજે ઉચ્ચશિક્ષણ પામેલા તેમજ નેતાઓ, અભિનેતાઓ વિગેરે પણ ચમત્કારી બાબાઓથી અંજાઈ જાય, એ આશ્ચર્ય ઉપજાવે તેવું