SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો... ૨૦૯ (૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ શરીર આત્માઓની આસપાસ આભામંડળ રચાય છે, જેને Aura કહે છે. તે તૈજસશરીરનું કાર્ય છે. - માનવનું અદ્ભુત શરીર તો દૂર રહો. એક માખી, મચ્છર કે કીડાનું શરીર, બનવું એ પણ કુદરતની જ મોનોપોલી છે. -- જીવે ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મપુદ્ગલ સ્કંધોનું આવરણ, તે જ કાર્પણ શરીર છે. -> કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. – સઘળી ઉપાધિ, પરિવર્તનો વિગેરે, જડ-ચેતનના (કર્મ-જીવ) સંયોગને કારણે જ છે. (શરીર વામનઃ પ્રાણાપના: "ાતાનામ્ IIII) વિશ્વના સઘળા જીવોના પાંચ પ્રકારના શરીર પૈકી પ્રથમ બે શરીર (૧) ઔદારિક અને (૨) વૈક્રિય શરીરની વિચારણા કરી. હવે ત્રીજું જોઈએ. (૩) આહારકશરીરઃ યુગલસ્કંધોની ૮ ઉપયોગી વર્ગણામાંની ૩જી આહારક વર્ગણામાંથી આ શરીર બને છે. આ શરીર માત્ર આહારક લબ્ધિવાળા, શુદ્ધચારિત્રનું પાલન કરનારા દૃષ્ટિવાદ નામના ૧૨મા અંગ અને તેની અંતર્ગત “૧૪ પૂર્વ' નામના શ્રુતજ્ઞાન (સંપૂર્ણ શાસ્ત્રજ્ઞાન)ને ધારણ કરનારા, વિશિષ્ટકોટિવાળા મુનિઓ જ બનાવી શકે છે. સર્વ મુનિઓમાં તેઓ બહુઅલ્પસંખ્યામાં જ હોય છે. શ્રુતજ્ઞાનના ચિંતનમાં ઉદ્ભવેલી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy