________________
૩૦૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન सन्नपि च कश्चिन्न विवक्ष्यते, प्रयोजनाभावात्, न पुनः स धर्मी વિક્ષતર્પમાત્ર (પ્રકૃત સૂત્રના સ્વાપજ્ઞ ભાષ્ય ઉપર શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકા)
પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણધર્મો, (પાસાઓ) હોવા છતાં, કોઈવાર પ્રયોજનને (અર્પિત) કારણે, કોઈ એક ગુણધર્મ જ વચન વડે
ઓળખાવવામાં આવે છે અને પ્રયોજન નહિ (અનર્પિત) હોવાને કારણે વિદ્યમાન હોવા છતાં પણ, બીજા ધર્મની વિવક્ષા કરવામાં આવતી નથી. પરંતુ તેટલા માત્રથી અવિવલિત ધર્મનો અપલાપ કર્યો ગણાતો નથી. અને વિવક્ષિત ધર્મમાત્ર જ તેની સંપૂર્ણ ઓળખાણ છે તેમ ગણાતું નથી.
દષ્ટાંત તરીકે એક વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ, બે વિરુદ્ધ ધર્મો રહેલા છે. એટલે કે એક વ્યક્તિ પિતા પણ હોય છે અને પુત્ર પણ હોય છે. તેમજ બીજા પણ અનેક ધર્મો રહેલા હોય છે. પરંતુ કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી, એટલે કે, તે લોકોમાં તેના પિતા પ્રસિદ્ધ હોવાથી, તે વ્યક્તિની ઓળખાણ કરાવતાં, “અમુક વ્યક્તિનો પુત્ર' કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. વળી કેટલાક લોકો તેના પુત્રને જ ઓળખતા હોય ત્યારે તેમની આગળ ઓળખાણ કરાવતાં, તે જ વ્યક્તિને “અમુક વ્યક્તિનો પિતા' એમ કહીને ઓળખાવાય છે. આમ, એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ આદિ વિરુદ્ધ ધર્મો, તેમજ બીજા અનેક ધર્મોપણ, વિદ્યમાન હોય છે. જ્યારે જે ધર્મની અપેક્ષા (અર્પિત) હોય ત્યારે તે ધર્મને આગળ કરાય છે. તે જ પ્રમાણે પ્રત્યેક વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ ધર્મોની પણ ઘટના થઈ શકે છે. શ્રી સર્વાર્થસિદ્ધિના કર્તાએ આ વસ્તુને નીચેના શબ્દોમાં સમજાવી છે.
अनेकान्तात्मकस्य वस्तुनः प्रयोजनवशाद् यस्य कस्यचिद्धर्मस्य विवक्षयाप्रापितं प्राधान्यमर्पितमुपनीतमिति यावत् । तद्विपरीत