SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ (૫૩) સૂત્ર - ૩૧:- સ્યાદ્વાદ સિદ્ધાંત मनर्पितम् । प्रयोजनाभावात् । । અર્થ : પદાર્થોમાં અનંતા ગુણધર્મો રહેલા છે. આપણે કોઈ પદાર્થોનું વર્ણન કરીએ ત્યારે કોઈએક દૃષ્ટિકોણથી થોડા જ ગુણોને મહત્વ આપીએ છીએ. તેનો અર્થ એ નથી થતો કે બીજા ગુણો અવિદ્યમાન હોય છે. તેનો અર્થ ફકત એટલો જ થાય છે કે, તે સમયે બાકીના ગુણો ઉપયોગી નથી. - વર્તમાન ભૌતિકશાસ્ત્ર મુજબ (Conservation of mass and energy (દળ અને ઊર્જા સંરક્ષણ)ના સિદ્ધાંતોની દષ્ટિએ વિશ્વ નિત્ય છે, પરંતુ entropy (શક્તિ હીનાવસ્થા)ની દૃષ્ટિએ નિત્ય નથી. તેને લોકોની ભાષામાં મૂકીએ કે Einsteinના પરિમિત વિશ્વમાં, અથવા જૈન દર્શનના પરિમિત લોકાકાશમાં, પુદ્ગલ પદાર્થ, અને ઊર્જાનો કુલ જથ્થો હંમેશાં સ્થિર રહેશે તેથી વિશ્વ એ નિત્ય છે. બીજી દૃષ્ટિએ, Thermodynamics નો નિયમ છે તે પ્રમાણે વિશ્વની entropy સતત બદલાતી રહે છે. જુદી જુદી પ્રાકૃતિક ઘટનાઓ જે સહજ રીતે બને છે, તે ઉષ્ણતામાન અને દબાણને સમતોલ કરવા તરફ ઢળે છે. આ મત પ્રમાણે દરેક વસ્તુ પરિવર્તનની સ્થિતિમાં છે અને એક દિવસ આવશે જ્યારે દરેક વસ્તુઓ ફરી તેવી સ્થિતિમાં હશે. આ મત પ્રમાણે આપણે કહી શકીએ કે વિશ્વ અસ્થાયી, નિત્યપરિવર્તનશીલ, અથવા trasitory છે. આ બે દૃષ્ટિકોણો જો કે તદ્દન વિરોધાભાસી અર્થ બતાવે છે, તો પણ તેઓ તદ્દન પ્રકૃતિસ્થ (વાસ્તિવક - Sane) 89. - સ્યાદ્વાદ પ્રત્યેક વસ્તુની સંપૂર્ણ ઓળખાણ કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે - સ્યાદ્વાદના સિદ્ધાંતમાં એક જ વસ્તુ નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે, એટલે ઘણા લોકો તેને “સંશયવાદ' કહે છે. પરંતુ તેના ઊંડાણમાં જવામાં આવે તો જણાશે કે, સ્યાદ્વાદ પ્રત્યેક પદાર્થની સંપૂર્ણ ઓળખાણ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy