________________
(૬૨) સૂત્ર-૪૨-૪૩ :- પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર
૩૬૭
પરિણામ પ્રગટપણે ઉદ્દ્ભવ્યો એટલે કે આદિમાન થયો. આવી રીતે બાકીના ચાર દ્રવ્યોમાં પણ સૂક્ષ્મરીતે આદિમાન પરિણામ સમજવો.
રૂપી દ્રવ્ય પુદ્ગલદ્રવ્યમાં પણ, આ રીતે વિચારતાં સૂક્ષ્મદૃષ્ટિકોણથી અનાદિમાન પરિણામ પણ ઘટશે. તે આ મુજબ પુદ્ગલદ્રવ્યના અંતિમકણો જે ૫૨માણુંઓ છે, તે સંયોજાઈને વિવિધપદાર્થો બને છે. એટલે તે નવા પદાર્થો બનતાં તેના પરમાણુંઓનો, બાહ્ય સ્વરૂપે પરમાણુંપણાનો સ્વભાવ નાશ પામવા છતાં, આંતરિકસ્વરૂપે ૫૨માણુંપણાનો સ્વભાવ, અને તેઓના સ્પર્ધાદિ-૪ ગુણો સ્થિર-(કાયમી)-જ છે, તેથી તે પરમાણુંઓ આદિ પુદ્ગલમાં અનાદિમાન પરિણામ પણ ઘટશે.’
રૂપાંતરો અનાદિકાળથી થયા કરે છે ઃ
અથવા બીજી રીતે વિચારીએ તો પુદ્ગલદ્રવ્યના ઈંટ, મકાન, માટી, પાણી, વરાળ, વાયુ, અનાજ, ભોજન, શ૨ી૨ વિગેરે પરિણામો તે તે વ્યક્તિગત વસ્તુરૂપે આદિમાનૢ છે. પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિમાન્ છે. કહેવાનો ભાવ એ છે કે તે તે પુદ્ગલના રૂપાંતરો, રૂપાંત૨રૂપે સતત આદિકાળથી ચાલ્યા જ કરે છે. પહેલાં રૂપાંતરો થતા ન હતા, અને પછી રૂપાંતરો શરૂ થયા, તેવું નથી. રૂપાંતરોનો પ્રવાહ કોઈ નિશ્ચિત કાળે શરૂ થયો તેવું નથી. અનાદિકાળથી રૂપાંતરો થવાનો પ્રવાહ ચાલું જ છે, તે થયા જ કરે છે. આ રીતે પણ અનાદિ પરિણામ ઘટે છે.
પરમાત્મા પ્રીતિ, એ જ આત્માની સાચી પ્રતિતી
અનુભવ એ જ્ઞાનો પિતા છે, યાદશક્તિ જ્ઞાનની માતા છે.
જેણે શ્રદ્ધા ગુમાવી તેને બીજું કશું ગુમાવવાનું રહેતું નથી.
→ માણસને મૃત્યુ રડાવતું નથી, શ૨ી૨૫૨નો આસક્તિભાવ રડાવે છે.