SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રસકસ આદિની હાનિવૃદ્ધિ :- ૫ ભરત અને ૫ ઐરવત, =૧૦ મનુષ્યના ક્ષેત્રમાં ચડતા અને પડતા કાળમાં પૃ. ૧૩૫થી ૧૪૧ જણાવ્યા મુજબની હાનિવૃદ્ધિ ક્રમસર થયા કરે છે. તે, તે તે ક્ષેત્ર અને કાળના કારણો થતો વિશિષ્ટ ગુણધર્મ. અગ્નિઉત્પત્તિ વિગેરે અન્ય પણ અનેક વિવિધતાઓ હોય છે. (૭) સૂર્ય, ચંદ્રાદિની ગતિ :- ૨।। દ્વીપમાં જ્યોતિષચક્ર મધ્યમાં રહેલા મેરૂપર્વતની આસપાસ સૂર્ય, ચંદ્રાદિ પોતપોતાની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં અને નિશ્ચિતગતિએ સહજતાથી ગતિ કરે છે. જ્યારે ૨। દ્વીપની બહારનું અસંખ્યદ્વીપમાં રહેલી જ્યોતિષચક્રના સૂર્ય, ચંદ્રાદિ નિશ્ચિત ઊંચાઈએ સદા સ્થિર છે. આ પણ તે તે ક્ષેત્રના કારણે થતો વિશિષ્ટ સ્વભાવ છે જુઓ પૃ. ૧૭૧ (૮) અગ્નિમૂષક :- ઉષ્ણયોનિવાળા કેટલાક જાતિના ઉંદરો અગ્નિમાં જ જન્મે અને તેમાં જ જીવી શકે. અગ્નિની બહાર જીવી ન શકે. તે યોનિમાં ઉત્પન્ન થતાં ઉંદરોના શરીરનો આવો વિશિષ્ટ સ્વભાવ છે. તેવા ઉંદરોના શરીરની રૂંવાટીમાંથી રત્નકંબલ બનતી હતી. તર્કોથી દરેક પદાર્થ સિદ્ધ થઈ શકતો નથી ઃ આ અને આવી ઘણી વસ્તુઓ વર્તમાનમાં પ્રાપ્ત શાસ્ત્રોદ્વારા જાણી શકાય છે, જે શ્રદ્ધાગમ્ય છે. બીજી પણ અન્ય હકીકતો કાળની ગર્તામાં જે ગ્રંથો લુપ્ત થઈ ગયેલા છે, તેમાં હોઈ શકે છે. વર્તમાનમાં વિશિષ્ટ શ્રુતજ્ઞાન તેમજ વિશિષ્ટ જ્ઞાનીઓનો અભાવ વર્તે છે, તેમ છતાં શ્રુતજ્ઞાનનો પ્રકાશ આજે પણ સર્વજ્ઞ વચનની શ્રદ્ધાને જ્વલંત રાખી શકે છે. તર્કો અને પ્રયોગો કોઈ અંતિમ સત્ય સુધી પહોંચાડી શકતા નથી. તેને અનુસરતી પ્રચલિત ઉક્તિ છે. Where debats ends faith begins (જ્યાં તર્કોની હદ પુરી થાય છે, ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે.) શ્રી સન્મતિતર્કમાં પણ આવી જ વાત કરી છે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy