________________
(૩૨) સૂત્ર - ૧૭ - આગમ અને તર્ક
૧૭૭ जो हउवाय पक्खम्मि हउओ, आगमे य आगमिओ।
सो ससमय पण्णवओ, सिद्धांत विराहओ अन्नो ।। અર્થ:- જે હેતુ (તક) વાદના વિષયમાં હેતુથી, અને આગમવાદના વિષયમાં આગમથી પ્રવર્તે છે. તે સ્વસમય સિદ્ધાંતનો પ્રરૂપક છે, આરાધક છે. અને બીજો સિદ્ધાંતનો વિરાધક છે. ખગોળશાસ્ત્રના મતમાં મહત્ત્વના પ્રશ્નો ઉદ્દભવે છે -
ડૉ. ફીલીપનોરીસન (Massachussetts Institute of Technology USS) એ જાહેર કર્યું કે “ખગોળશાસ્ત્રીઓ વિશ્વ સંબંધી સિદ્ધાંતોમાંથી પસંદગીથી ઘણા ઓછા માહિતગાર છે અને કોઈ સિદ્ધાંત સમયને અનુરૂપ નથી.”
ખગોળશાસ્ત્રીઓ વિશ્વનું મૂળ શું? એ પ્રશ્ન બે વિભાગમાં વહેંચાયેલા છે. એક વિભાગ બીગબેંગ થીઅરીમાં માને છે. તે વધુ પ્રચલિત છે. તે મુજબ આશરે ૧૦ એક લાખ ક્રોડ વર્ષ પહેલાં પદાર્થનો અગ્નિના ગોળાની જેમ ધડાકો થઈને વિશ્વની શરૂઆત થઈ. લગભગ એક બિંદુમાંથી, જેને આદિકાલીન અંડ કહે છે, તેમાંથી કિરણપાતન પ્રસરવા લાગ્યું અને હજુ પ્રસરી રહ્યું છે. જેમ જેમ પદાર્થો ઠંડા પડતા ગયા તેમ આકાશગંગાઓ, ગ્રહો આદિ રચાયા. પછી જીવસૃષ્ટિ પાંગરી અને ધીરે ધીરે જીવોનો વિકાસ થયો. - અહીં પ્રશ્ન એ ઉદ્ભવે કે જીવની ઉત્પત્તિ શેમાંથી થઈ? ભૌતિકપદાર્થ અને જીવ બંને તદ્દન વિરુદ્ધ ધર્મવાળા છે. જીવમાં ચેતના છે તે જાણવું, જોવું. લાગણી, પ્રેમ વિગેરે શુભ ગુણધર્મો, અને ક્રોધ, જડતા, અજ્ઞાન વિગેરે અશુભગુણધર્મવાળો છે. આવો પદાર્થ ભૌતિક પદાર્થમાંથી કેવી રીતે ઉદ્ભવી શકે? (પૃ. ૭૩)
કાળની શરૂઆત પણ વિશ્વની ઉત્પત્તિ પછી માને છે. પૂર્વે કાળ ન હતો તો, તે આદિકાલીન અંડનું અસ્તિત્વ કેવી રીતે સંભવે ? કાળ તો