________________
૩૧૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
[ (૫૪) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદનો સિદ્ધાંત )
- દરેક મતો પોતાનો દૃષ્ટિકોણ સાચો છે, તેમ સિદ્ધ કરવા મથે છે. - યથાયોગ્ય સમન્વયને સમજવા પાંચ અંધ પુરુષો અને હાથીનું
દષ્ટાંત. - સ્યાદ્વાદ દરેક દૃષ્ટિકોણને તેના યથાર્થ સ્થાને જોડે છે. - સ્યાદ્વાદ સાચો દૃષ્ટિકોણ આપનાર વાદ છે. » મહાસ્યાદવાદી શ્રી તીર્થંકરપરમાત્મા સાચા પથદર્શક છે.
(fપતા સિદ્ધઃ રૂિ૫) . - દરેક મતો પોતાનો દૃષ્ટિકોણ સાચો છે, તેમ સિદ્ધ કરવા મથે છે - > દૃષ્ટિકોણના ભેદોના વિષયમાં સમન્વયને સમજવા માટે પાંચ અંધપુરુષો અને હાથીનું દૃષ્ટાંત -
જૈન તત્ત્વજ્ઞાનના સ્યાદ્વાદ સિદ્ધાંત વિષે હજુ વિશેષ વિચારણા જોઈએ. જુદા જુદા ધર્મોના વાદ-વિવાદો મતાંતરો અને પંથમાં જે વિરોધ ઉદ્ભવ્યાં છે, તે સ્યાદ્વાદસિદ્ધાંતને યથાર્થ રીતે સમજવાથી દૂર થાય છે. એક ચિંતક પ્રોફે. ધ્રુવના શબ્દોમાં “આ સિદ્ધાંતમાં પરસ્પર વિરોધી દૃષ્ટિકોણનો એવો સુમેળ છે કે, તે સંપૂર્ણ યોગ્યતા મેળવે છે.” ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.ના પાંચ સમવાય કારણના સ્તવનના દોહાની ૩૪-૫ કડી આ વાતને સુંદર રીતે રજૂ કરે છે.
વાદવદે નય જૂજૂઆ, આપ આપણે ઠામ, પૂરણ વસ્તુ વિચારતાં, કોઈ ન આવે કામ-૩.