________________
(૬૧) સૂત્ર - ૪૦-૪૧ - ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. ૩૫૭ ઉપયોગ = આત્માના જ્ઞાનગુણની, જે તે વસ્તુના વિષયને (ઉપ = સમીપવડે) જાણવામાં સક્રિયતા. (યોગ = જોડાણ) આ ઉપયોગ પરાવર્તન પામ્યા કરે છે. દા.ત. એક સમયે આત્મા ઘટનું જ્ઞાન કરતો (ઘટના જ્ઞાનનો ઉપયોગ વર્તતો (સક્રિય)) હતો. ક્ષણ પછી પટનું જ્ઞાન કરવા લાગ્યો. (પટના જ્ઞાનનો ઉપયોગ વર્તવા (સક્રિય થયો)) આ રીતે જ્ઞાનગુણ સદા સ્થાયી રહેવા સાથે જ્ઞાનના ઉપયોગમાં પરાવર્તન થયા કરે છે. એટલે કે, ઉપયોગરૂપ પર્યાયો બદલાયા કરે છે.
જીવ જે પદાર્થનું જ્ઞાન કરે તેમાં તન્મય (તદાકાર) બને છે, એટલે કે જ્ઞાનનો ઉપયોગ તદાકારે (જેવી રીતે દર્પણમાં જે વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેવા સ્વરૂપનું દર્પણ બને છે, તેની જેમ જ્ઞાનગુણનો જે વિષય બને (જ્ઞાનરૂપી દર્પણમાં જે પદાર્થરૂપી વિષયનું પ્રતિબિંબ પડે) તેવા સ્વરૂપનો જ્ઞાનનો ઉપયોગ) બને છે. ક્ષણ પછી જીવ બીજા પદાર્થનું જ્ઞાન કરે, અથવા ક્ષણ પછી તે પદાર્થમાં પરિવર્તન થાય, એટલે ઉપયોગની તદાકારતા પણ બદલાય છે. આ રીતે (જ્ઞાનના વિષય બનેલા) પદાર્થના પરિવર્તનથી, ઉપયોગમાં પણ પરાવર્તન સમજવું, તે જ રીતે બીજા ગુણો દર્શન, ચારિત્ર, વીર્ય વિગેરે ગુણો અને તેના પર્યાયોમાં પરાવર્તન સમજવું. આત્માના ગુણોના આ આંતરિક પર્યાયનું પરાવર્તન છે.
તેવી જ રીતે આત્માના બાહ્ય પર્યાયો (અવસ્થા) મનુષ્ય, દેવ, પશુ, નરક એ બાહ્યપર્યાય (અવસ્થા-રૂપાંતર) પણ બદલાય છે, વળી તે મનુષ્યાદિ પર્યાય ના પણ અવાંતરભેદો, બાલ, વૃદ્ધ, સુખી, દુઃખી, શ્રીમંત, ગરીબ, સજ્જન, દુર્જન વિગેરે પર્યાયો પણ બદલાયા કરે છે. આ મુજબ પુદ્ગલદ્રવ્યની જેમ જીવદ્રવ્યના ગુણ અને પર્યાયો છે. તે જ રીતે ધર્મ, અધર્મ, આકાશના પણ ગુણ પર્યાયો છે. આ પાંચેય દ્રવ્યોના ગુણ અને પર્યાય, તે તેનો સ્વભાવ છે. એટલે કે દરેક દ્રવ્યો અને ગુણોનું
સ્થાયીઅવસ્થામાં સતત રહેવાપણું, અને પર્યાયો (રૂપાંતરો)નું અસ્થાયીપણું (સતત બદલાયા કરવાપણું), આવો જે ત્રણરૂપે સ્વભાવ છે, તેને પરિણામ કહે