________________
૨૧૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અને કાર્મણશરીર રચાય છે. જૂના ખપે અને નવા બંધાય આ રીતે કાર્મણશરીર પણ અનાદિકાળથી છે.
- કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. જે કંઈ બાહ્યસક્રિયતા પરિવર્તન આદિ છે, તે જડ-ચેતનના સંયોગને કારણે જ છે.
બાકીના ૪ શરીરો આત્મા સાથે બંધાવાનું મૂળકારણ કાર્મણ શરીર છે. આત્માની સઘળી સંસારી અવસ્થાઓ જન્મ, મરણ, રોગ, શોક, રાગ, દ્વેષ આદિનું આંતરિકકારણ પણ કાર્મણ શરીર છે. જગતમાં જે સઘળા પરિવર્તનો છે, જે કંઈ વિવિધતા છે, જે સક્રિયતા છે, તે જીવ અને કર્મના સંયોજનને આભારી છે. એકલો શુદ્ધજીવ અરૂપી છે. તે ક્યારેય કર્મ બાંધાતો નથી. તે ક્યારેય કોઈ ભૌતિક ક્રિયા, કે રાગ દ્વેષ કરતો નથી. તે સતત આત્માની શુદ્ધ ચેતનામાં સક્રિય રહી તેને માણતો રહે છે. તેવી રીતે વિશ્વમાં રહેલા આત્મા સાથે નહિ બંધાયેલા કાર્મણવર્ગણાના માત્ર પુદ્ગલસ્કંધો પણ કંઈ કરવા સમર્થ નથી. શુદ્ધ આત્માઓને તે લાગતા નથી.
કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. જે કાંઈ ઉપાધિ ઊભી થઈ છે, ઉથલપાથલ છે, કે પરિવર્તન છે, તે જડ-ચેતનના સંયોગથી છે. સંસારરસિક જીવને વિવિધતામાં સૌંદર્ય દેખાય છે. પણ તેની પાછળની વિચિત્રતા-ભયંકરતા-નજરમાં આવે તો કાર્મણશરીરથી છૂટવા માટેના શ્રીતીર્થંકરભગવાને દર્શાવેલા જ્ઞાન, દર્શન, ચારિત્રના આચારોના ઉપાયોને જીવનમાં અપનાવવાનું મન થાય. જીવ અજ્ઞાન છે, મોહનિંદ્રામાં પોઢેલો છે તેથી કર્મબંધ છે. જ્ઞાની બને, મોહનિદ્રા દૂર થાય એટલે કર્મથી મુકાય છે. વસ્તુતત્ત્વને જણાવનારા શ્રીતીર્થકર ભગવાનના વચનો મોહનિંદ્રાને દૂર કરે છે. (કર્મવાદ અંગે વિશેષ વિગત પૃ. ૨૪૭થી ૨૬૦)