________________
૧૬૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નવા કર્મો ઓછા ઉપાર્જન થાય છે. આત્માનો પુરુષાર્થ વધુ પ્રબળ બને તો, ભવિષ્યમાં હજુ વધુ શુદ્ધિને પ્રાપ્ત કરવાની આત્માની સાધના વેગવંતી બનતી જાય છે. જેવી રીતે નિષ્ણાતવૈદ્યની સલાહ સૂચન મુજબની ચિકિત્સા પદ્ધતિ રોગ દૂર કરવાનો પરમ ઉપાય છે, તેમ સર્વજ્ઞકથિત આચાર-વિચારનું ગીતાર્થ ગુરુના માર્ગદર્શન અનુસાર વારંવાર પરિપાલન આત્માની શુદ્ધિના વિકાસમાં એક સર્વોત્તમ ઉપાય છે.
અનેક ભવોના અભ્યાસ દ્વારા આત્મા સાધનાના પ્રથમ તબક્કામાં (શુક્લ ધ્યાનના ૪ પાયામાંથી ૨ પાયા પૂર્ણ કરી) ૮માંથી ૪ ઘાતી કર્મોનો મૂળથી ક્ષય કરી કેવલજ્ઞાન (૧૩મું ગુણસ્થાનક) પ્રાપ્ત કરે છે. તે પછી તે જ ભવમાં બીજા તબક્કામાં ધ્યાનના બીજા બે પાયા વડે બાકીના ૪ કર્મોના ક્ષય કરવા નિર્વાણ પદ)ની નજીક પહોંચેલા કેવલીભગવાનનો આત્મા, જો ૪ કર્મોની સ્થિતિ (duration) અસમાન, હોય તો (૧૩માં ગુણસ્થાનકને અંતે) કેવલી સમુદ્દાત કરે છે. એટલે કે જો આયુષ્યકર્મથી બાકીના ત્રણ કર્મો અધિકસ્થિતિવાળા હોય (દા.ત. આયુષ્યકર્મ ૫ સેકંડ ચાલે તેટલું છે, અને બાકીના કર્મો તેથી વધુ સમય ચાલે તેટલા છે, દા.ત. ૬,૭ અને ૮ સેકંડ ચાલે તેટલા છે આવી પરિસ્થિતિ હોય.) તો આ ઉપર બતાવેલ કેવલીસમુઘાતની ક્રિયા કેવલીભગવાન કરે છે. તે પ્રક્રિયાના ફળ રૂપે અધિક સ્થિતિવાળા કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યની સમાન બનાવી દે છે. આમ કરવાથી (૧૪મા ગુણસ્થાનકે) જ્યારે આયુષ્યનો અંત થાય ત્યારે, બાકીના ૩ કર્મો પણ, એક સાથે તે જ સમયે અંત પામે છે, આ રીતે સર્વ કર્મનો અંત થઈ જાય છે. તેજ સમયે સર્વકર્મરહિત થઈ, આત્મા સદા માટે અંતિમ શરીરનો ત્યાગ કરી, લોકાગ્રે સિદ્ધશિલા પર પહોંચી, શ્રી સિદ્ધભગવાન બને છે.
જો આયુષ્યકર્મની (સમાન) જેટલી જ બાકીના ૩ કર્મોની સ્થિતિ (કાળમાન) હોય તે કેવલીભગવાનને આ ક્રિયા કરવાની જરૂર રહેતી