________________
૧૭૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ન્યુકલીઅસ(Nucleus)ની આસપાસ પરિભ્રમણ કરતા રાખનાર વિદ્યુત ચુંબકીયબળો કાર્યશીલ હોય છે. રર વર્ષ કરતાં વધારે વર્ષોની મહેનત પછી આઈન્સ્ટાઈન એ નિષ્કર્ષ પર આવ્યા કે, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીયબળો સૂત્રોના એક જ સમૂહ વડે વર્ણવી શકાય. બીજા અર્થમાં મૌલિક રીતે બંને સમાન છે. (વધુ વિગત પૃ. ૧૭૩થી ૧૭૯) વિજ્ઞાનના વિદ્યુતચુંબકીય બળને, પુદ્ગલના સ્નિગ્ધ-રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય:
વિજ્ઞાન અણુઓમાં પ્રોટીન, ઇલેક્ટ્રોન, ન્યૂટ્રોન અદિના બંધારણ માટે વિદ્યુતચુંબકીયબળ માને છે. તેને જૈનતત્ત્વજ્ઞાનમાં બતાવેલા સ્નિગ્ધ, રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય. ભૌતિકપદાર્થના સ્પર્શગુણધર્મના ૮ ભેદ છે. તેમાંના સ્નિગ્ધ-રૂક્ષ ગુણના નિમિત્તે વિદ્યુત ઉદ્દભવે છે તેવો ઉલ્લેખ છે.ત્રિાધા મુનિમિત્તો વિદ્યુત. (પૃ. ૩૨૨) વળી પરમાણુઓના બંધનમાં પણ સ્નિગ્ધ-રૂક્ષગુણ, કારણ કહ્યો છે. ધિક્ષેત્વાબ્ધિઃ આ રીતે પુદ્ગલ (ભૌતિક) પદાર્થના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શને મળતું વર્તમાનવિજ્ઞાનનું વિદ્યુતું ચુંબકીય બળ છે.
વૈજ્ઞાનિકો “The field' જેવા માધ્યમનું અનુમાન કરે છે, તે ધર્મ અને અધર્મદ્રવ્યના કાર્ય દ્વારા સુવ્યવસ્થિત રીતે ઘટે છે. તે લેખ ૫ અને ૬માં વર્ણવ્યું છે લોકાકાશમાં ધર્મ અને અધર્મદ્રવ્ય દ્વારા જ અરૂપી જીવ અને સૂક્ષ્મ કે સ્કૂલ કોઈપણ ભૌતિક પદાર્થની ગતિ અને સ્થિરતા સંભવે છે. આ વસ્તુ બહુ સરળ રીતે સમજી અને સમજાવી શકાય છે. વિજ્ઞાન અતીન્દ્રિય પદાર્થોને સ્વીકારતુ નથી અને પ્રયોગો દ્વારા જણાય તે જ વાસ્તવિક પદાર્થ આવું માનવાનો આગ્રહ રાખે છે, માટે જ તેમાં અનેક ગૂંચવાડાઓ ઉદ્દભવે છે. સૂર્ય, ચન્દ્ર ગ્રહો આદિનું પરિભ્રમણ અનાદિકાલીન સ્વભાવથી છે -
સૂર્ય, ચન્દ્રાદિ ગ્રહોના પરિભ્રમણ માટે તેઓએ જે રીતે ગુરુત્વાકર્ષણ માન્યું છે તેના સ્થાને, તે સ્થળે ગ્રહોનો તેવો અનાદિકાલીન સ્વભાવ માન્યો છે. શ્રીતત્ત્વાર્થ સૂત્ર ૪-૫ની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં આનો ખુલાસો કર્યો છે.