________________
(૩૧) સૂત્ર ૧૭ઃ- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ.
૧૭૧ एतानि च ज्योतिष्कविमानानि नेश्वरेच्छादीतः किन्तु लोकानुभावादेवપ્રસtવસ્થિતતિનિ..
અર્થ - જ્યોતિષ્ક વિમાનો ઈશ્વરેચ્છા આદિથી નહિ પણ લોકાનુભાવથી જ સુંદર અને વ્યવસ્થિત ગતિવાળા છે.
વળી પૃથ્વી પર વસ્તુ નીચે પડવામાં ગુરુત્વકાર્ષણ બળ માન્યું છે, તે સ્થળે જૈનતત્ત્વજ્ઞાનમાં પદાર્થનો “ગુરુત્વ' ગુણ માન્યો છે. ભૌતિક પદાર્થના સ્પર્શગુણના ૮ ભેદ મધ્યે લઘુ અને ગુરુ ગુણ છે. ગુરુ (ભારે) પદાર્થ નીચે તરફ ગતિ કરે છે અને લઘુ (હલકો) પદાર્થ ઊંચે અને ત્રાસી ગતિ કરે છે. (જુઓ પૃ. ૧૬૭). આવો સ્વભાવ પણ અહીંના ક્ષેત્રમાં જ માનવો જોઈએ.
જ્યોતિષવિમાનો (સૂર્ય ચન્દ્રાદિ) જ્યાં રહેલા છે ત્યાં ભારે પદાર્થ પણ આ સ્વભાવથી વિપરીતપણે વર્તે છે. એટલે કે મેરૂપર્વતની આસપાસ ગોળાકારે પોતાની નિશ્ચિત ગતિએ ગતિ કરે છે. ગુરુ પદાર્થ નીચે ગતિ કરે આ સર્વ સામાન્ય સ્વભાવ છે. પરંતુ જ્યોતિષક્ષેત્રમાં તે ક્ષેત્રના પ્રભાવે તે સ્વભાવ બદલાઈ જાય છે. તે નીચે ગતિ કરવાના સ્વભાવને છોડી ગોળાકારે ગતિ કરે છે. ગોળાકારે ગતિ કરવાનો આ સ્વભાવ પણ તેટલા ક્ષેત્ર પૂરતો છે. આવી રીતે માનવું ઉચિત જણાય છે. વિશેષ તત્ત્વ કેવલીગમ્ય સમજવું.
શાસ્ત્રોમાં વિશિષ્ટ ક્ષેત્ર (સ્થળ), કાળ (ઉત્સર્પિણી-અવસર્પિણી), આદિના પ્રભાવથી દ્રવ્યોના સામાન્ય ગુણધર્મથી જુદા પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો (સ્વભાવ) માન્યા છે. તેનું તાત્પર્ય એ કે, અમુક ક્ષેત્રમાં, અને અમુકકાળમાં પદાર્થો પોતાના સાહજિક ગુણધર્મથી વિપરીતપણે કે જુદી રીતે વર્તે છે. કેટલાક વિશિષ્ટ ક્ષેત્રમાં અને તેવા કાળમાં દ્રવ્યો પોતાના સામાન્ય ગુણધર્મથી અલગ રીતે વર્તે છે, આવી બાબતોને શાસ્ત્રોમાં ‘નોનુમાવાન્ ‘તથાસ્વમાવત’ વિન્ગદ્રવ્યપરિણામસ્ય' વિગેરે શબ્દો દ્વારા જણાવી છે. આવા કેટલાક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં જાણવા મળે છે તેને હવે પછી લેખમાં જણાવાશે.
કુદરતના અતીન્દ્રિય રહસ્યોને પામવા માટે આગમશાસ્ત્ર સિવાય ખરેખર બીજો કોઈ જ આધાર નથી.