________________
૧૮૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૩૪) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરોઔદારિક શરીર
→ જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર
→ જીવોના ત્રણ પ્રકારના આહાર ૧. ઓજાહાર, ૨. લોમાહાર, ૩.
કવલાહાર.
→ દરેક જીવને પોતાનું જીવન સૌથી વધુ પ્રિય છે. માટે જીવ હિંસા મોટું પાપ છે.
·शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ॥१९॥
અર્થ :- (૧) (ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ આ પાંચ) શરીર (૨) વાણી (શબ્દ, અવાજ) (૩) મન (વિચાર) અને (૪) શ્વાસોચ્છવાસ આ પુદ્ગલોનો ઉપકાર છે (અર્થાત્ તે ચારેય પૌદ્ગલિક છે.)
જીવોના પાંચ શરીરો ઃ
છ એ દ્રવ્યોના સ્વરૂપ, ગુણધર્મો, અને કાર્યને જણાવ્યા પછી હવે વિશેષથી પુદ્ગલના કાર્યોને જણાવે છે. સંસારી જીવોના પાંચ પ્રકારના શરીરો હોય છે. (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્મણશરીર. આ પાંચ શરીરમાંથી છેલ્લા બે શરીર, તૈજસ શરીર, અને કાર્યણ શરી૨, દરેક સંસારી જીવને અવશ્ય હોય છે. તે જીવો નાના કે મોટા, કીડી કે કુંજર દેવ, મનુષ્ય કે, નરકના જીવો, આ દરેક જીવ સાથે અનાદિકાળથી જોડાયેલા છે. બાકીના ત્રણ શરીર જીવ, મૃત્યુ પામે અને બીજી ગતિમાં જાય ત્યારે બદલાયા કરે છે.