________________
૫૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
ફરી કર્મો બાંધી, ફરી તેવી શુભાશુભ દશાને પામે છે. આ રીતે આ પરંપરા ચાલ્યા જ કરે છે.
ત્રિપદી પ્રદાન, અને શાસન સ્થાપના, એ નિશ્ચિત ઘટના :
વીતરાગ સર્વજ્ઞ ૫૨માત્મા પોતાના જ્ઞાનમાં જે જુએ છે, તે જગતના હિતને માટે પ્રકાશિત કરે છે. આપણે પુદ્ગલ પદાર્થના આશ્ચર્યકારી કેટલાક ગુણધર્મો જોયા. આગળના સૂત્રોમાં બીજા પણ ગુણધર્મો જોઈશું તે વિષયમાં આધુનિક વિજ્ઞાન કેટલે સુધી પહોંચી શક્યું છે, વિગેરે વિગતવાર જોઈશું.
દરેક તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામી પછી તીર્થકર બને છે. ત્યારે પોતાના પ્રથમ શિષ્યનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર ગણધર ભગવંતોને નિશ્ચિત ત્રિપદી આપે છે, તે આ મુજબ છે.
उप्पन्ने वा विगमेइ वा धुवेइ वा
અર્થ : પદાર્થ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને સ્થિર પણ રહે છે.
આ ત્રિપદી સર્વશાસ્ત્રજ્ઞાનનું બીજ ગણાય છે. દરેક શ્રી તીર્થંકરભગવાનના શાસનમાં આ જ ત્રિપદી ના પ્રદાનથી શાસ્રરચના થતી હોય છે, જેની વિગત લેખાંક ૩-૪ (પૃ. ૧૨થી ૨૦)માં જોઈ.
શ્રી તીર્થંકર ભગવાનદ્વારા આગમશાસ્ત્રના બીજભૂત માત્ર ત્રણ શબ્દોની બનેલી ત્રિપદીનું પ્રદાન, અને શ્રી ગણધર ભગવંતો દ્વારા તે ત્રિપદીના પ્રભાવે અગાધ સાગર સમાન સુવિસ્તૃત આગમશાસ્ત્રોની રચના, અને તે પછી વિધિવત્ ધર્મશાસનની સ્થાપના, આ દરેક શ્રી તીર્થંકર ભગવાનના શાસનમાં વિશિષ્ટ, ઐતિહાસિક અને નિશ્ચિત ઘટના છે. ત્રિગુણ સ્વભાવ સર્વદ્રવ્યોમાં વ્યાપક છે ઃ
જૈન તત્ત્વજ્ઞાન, જગતમાં વિદ્યમાન છ એ દ્રવ્યોમાં આ ત્રિગુણ