________________
૧૦૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (પરમશુદ્ધ આત્મદશાને પામેલા સિદ્ધ પરમાત્માઓ) ગતિક્રિયા કે પુદ્ગલના સંયોજન વિગેરે પરિવર્તનની ક્રિયા કરતા નથી. તેથી તે આત્માઓ પણ આકાશાદિ જેમ નિષ્ક્રિય જાણવા. જો કે આ રીતે, પૌલિકક્રિયાની દૃષ્ટિએ નિષ્ક્રિય છે, તેમ છતાં પોતાના સ્વભાવગત અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ (જાણવું, જોવું, અને આત્મસુખ ને માણવું આવા પ્રકારની આત્માની મૂળસ્વભાવગત ક્રિયામાં) આંતરિક રીતે સતત સક્રિય રીતે કાર્યશીલ છે. તે રીતે સંસારી જીવ, કે સિદ્ધિગિતના જીવો, અને સધળા દ્રવ્યોમાં, ઉત્પત્તિ, નાશ, અને સ્થિતિ, સતત ચાલ્યા કરે છે. વસ્તુમાત્ર મૂળઆંતરિકરૂપે સ્થિર હોવા છતાં બાહ્યસ્વરૂપથી પરિવર્તનશીલ છે, તે રીતે જૈન તત્ત્વજ્ઞાનમાં સ્વીકાર્યું છે.
એકલી સ્થિરતા વાસ્તવિક ન હોય, અને માત્ર પરિવર્તન પણ વાસ્તવિક ન હોય – (પૃ. ૬૦, ૨૩, ૩૫૮)
એકલી સ્થિરતા-નિષ્ક્રિયતા - માનો તો જગતમાં પરિવર્તન વિવિધતા ઘટશે જ નહિ. બધું સ્થિર-સજજડ માનવું પડશે. અને એકલું પરિવર્તન જ માનો તો અવ્યવસ્થા આવીને ઊભી રહેશે. કારણ પરિવર્તનનો કોઈ એક આધાર શું? દરેક પરિવર્તનોનો એક સ્થિર આધાર હોય, તો જ પરિવર્તનમાં ચોક્કસ નિયંત્રણ હોય, નહિ તો અનિયંત્રિત પરિવર્તનમાં અવ્યવસ્થા સિવાય કંઈ નહોય, પરંતુ સૃષ્ટિમાં નિશ્ચિત વ્યવસ્થા વર્તે છે. બાજરીના બીજમાંથી બાજરીનો જ અંકુરો, બાજરીનો જ છોડ, બાજરીના જડીંડવા દાણા, અને તે મુજબના જ લોટ, રોટલા વિગેરે થાય છે : અંકુરો, છોડ અને ડીડવા આદિ પરિવર્તનો છે. તે સઘળા બાજરીના મૂળ સ્વભાવને અનુસરતા જ હોય છે. લાકડામાંથી લોખંડની ખુરશી ન થાય, પુગલના સધળા પરિવર્તનો પુદ્ગલના જ ગુણધર્મને અનુસરે. મોબાઈલ, કૉપ્યુટર, કે યંત્રમાનવ, આખરે પુદ્ગલના જ ગુણધર્મને અનુસરે છે. તે ચૈતન્યગુણના પ્રકારમાં નથી. તેને પોતાને ખબર નથી કે મારામાં શું જ્ઞાન છે. જ્યારે આત્મામાં જ્ઞાનાદિ ગુણો