________________
(૪૧) સૂત્ર - ૧૯ :- · માનવનું મન
૨૩૩
પ્રકારની મનની શક્તિ તેમાં રહેલી છે. કુતરા ગધેડા વિગેરે માટે ‘આ કુતરો છે કે કોણ છે ?’ વિગેરે પ્રશ્ન થતો નથી. કારણ કે તેઓ તેઓની જાતિ મુજબ જ વર્તે છે. જ્યારે ઘણા માણસો એવું અતિહીન વર્તન કરે છે કે તેને માટે એમ કહેવું પડે છે કે ‘આ તો માણસ છે કે કોણ છે ?'
માણસને મળેલા મનની આ ખામી છે, તેમ ખૂબી પણ છે. માણસ જેવો બનવું હોય તેવો બનવા સ્વતંત્ર પણ છે. આ ખૂબીને કારણે જ, માણસનું મન જેટલું બગડી શકે છે, તેટલી જ તેની સુધરવાની શક્યતા છે. માનવનું વિકસિત મન લાંબાગાળાનો, વસ્તુના દરેક પાસાઓનો વિચાર કરી શકે છે. વિવિધપ્રકારના અનુમાનો કરી શકે છે. અનેક વિષયના ઊંડાણમાં, તે તે શાસ્ત્રોદ્વારા અધ્યયન કરી વિશાળ માહિતી અને સિદ્ધિઓ મેળવી શકે છે. દેખાતી વિજ્ઞાનની સિદ્ધિઓ પણ માણસના મનથી જ ઉદ્ભવી છે. તેવું મન બીજા કોઈપણ પ્રાણીઓને નથી. તે દેવ જેવો અનેકોનો આધાર, રક્ષક, પાલક, પોષક, માર્ગદર્શક અને દયાવાન બની શકે છે. મન બહુ કિંમતી છે. તેનો ઉપયોગ કરતાં આવડે તો અઢળક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. દેવોને વશ ક૨વાની તાકાત પણ માણસના મનમાં છે. તે આધ્યાત્મિક સાધનામાં જોડાઈ જવા દ્વારા મનને આત્મભાવમાં સ્થિર કરીને, અઢળકભવોના એકઠા કરેલા પોતાના આત્માને લાગેલા કર્મોનો નાશ કરવા સમર્થ છે. સર્વ કર્મોનો નાશ કરી પરમાત્મ પદ સુધી પહોંચવા પણ સમર્થ બની શકે છે. શું બનવું તે તેની કેવા પ્રકારની ઇચ્છા શક્તિ છે, તેના પર આધાર રાખે છે.
→ મન કેવું છે ? ‘સહુમાંહે ને સહુથી અળગુ’
મન બહુ ચંચળ છે. તેને આત્મભાવમાં સ્થિર કરવું સાધક આત્માને અત્યંત અઘરું છે. તેનું વર્ણન શ્રી આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં બહુ સુંદર કર્યું છે. ‘મન ક્ષણભરમાં ક્યાંયનું