________________
(૪૨) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ
પ્રાપ્ત થાય છે.
→ જીવનમાં વિવિધપ્રકારની અવસ્થાઓ ઃ એક જીવનકાળ દરમિયાન પણ જ્ઞાન, અજ્ઞાન, ધનવાન, નિર્ધન, સૌભાગ્ય, દુર્ભાગ્ય, ચડતી, પડતી, પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, પ્રસિદ્ધિ વિગેરેમાં તેવા પ્રકારના સખત પુરુષાર્થ, અનુકૂળ સંયોગો અને પરિસ્થિતિ વિગેરે બાહ્ય દેખાતા કારણો ઉપરાંત કર્મ મહત્ત્વનું આંતરિક કારણ છે. શિક્ષણ, તાલીમ, અનુભવ આદિ બાહ્યકારણો એક જ સમાન હોવા છતાં એક ઘણો જ્ઞાની, વિદ્વાન, બુદ્ધિશાળી બને છે, બીજા ઘણા તેવા બની શકતા નથી. તેથી આંતરિક પરિબળ તરીકે જ્ઞાનાવરણીય કર્મ જ મહત્ત્વનો અને નિર્ણાયક ભાગ ભજવે છે. આવી જ રીતે ચડતી, પડતી આદિ, પાંચે ઇન્દ્રિયોના ભોગો આદિ અને અનેક પ્રકારની સિદ્ધિઓ આદિ જીવનની સઘળી વિવિધતાઓમાં બાહ્ય દેખાતા મહેનત, આયોજન, બુદ્ધિ આદિ કા૨ણો ઉપરાંત પૂર્વોપાર્જિત શુભાશુભકર્મો મહત્ત્વનો અને નિર્ણાયક ભાગ ભજવે છે. આ રીતે સંસારીજીવના સુખ, દુ:ખ, જીવન, મરણ ઇત્યાદિ સઘળા અનુભવો પૌદ્ગલિક છે. અને કર્મ તેમાં મુખ્ય સહકારી કારણ તરીકે, ઘડા પ્રત્યે કુંભકારની જેમ, કર્તાની ભૂમિકા ભજવે છે.
૨૩૯
આ રીતે શરીરાદિ-૪, એ સીધે સીધા પુદ્ગલોના રૂપાંતર હોવાથી પુદ્ગલ, એ તે-૪નું પરિણામી (મૂળ) કારણ ગણાય છે. અને સુખાદિ૪ જે આત્મા અનુભવે છે, તેમાં પુદ્ગલ, ઉપર બતાવ્યું તેમ, સહકારી કારણ બને છે, તેથી બંને માટે જુદા સૂત્રો આપ્યા છે.
→ રાગ, દ્વેષ વિગેરે દોષોથી આત્મા સાથે કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધો બંધાય, તે કર્મ છે.
સંસારી જીવની સઘળી વિવિધતાઓ અને વિચિત્રતાઓનું આંતરિક અને મહત્ત્વનું કારણ કર્મ છે. જીવ મોહ, અજ્ઞાન આદિથી કાર્મણવર્ગણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલસ્કંધો ગ્રહણ કરીને આત્મા સાથે દૂધ-પાણી કે લોહ