________________
૨૧૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નાખવાથી ઉત્પન્ન થતા તરંગો જેવા ભાષાના પુદ્ગલોના સૂક્ષ્મ અને તીક્ષ્ણ તરંગો છે.
વક્તાદ્વારા શબ્દોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે વિચારીએ. ભાષાપર્યાપ્તિએ જીવને પુણ્યકર્મથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિ છે. દરેકનો અનુભવ છે કે, બાળક જન્મ્યા પછી થોડો કાળ સુધી બીજાઓને બોલતાં જોઈ-સાંભળી પોતે પણ બોલવાનો અભ્યાસ કરે છે. તેને ભાષા બોલવાનું ઉપકરણ અને શક્તિ મળ્યા છે, પણ તેનાથી કઈ રીતે બોલાવું તેનો અભ્યાસ નથી. ધીરે ધીરે અભ્યાસથી ભાષા બોલતા શીખી જાય છે. તાલવ્ય, દંત્ય આદિ શબ્દો, તે સ્થળે પ્રતિઘાતથી ઉત્પન્ન થાય છે. આ વિષય વ્યાકરણ શાસ્ત્રમાં પ્રચલિત છે. બે પદાર્થો અથડાવાથી પણ અવાજ ઉત્પન્ન થાય છે, પરંતુ તે અવાજ વાણી જેટલો સ્પષ્ટ હોતો નથી. ભાષા પર્યાપ્તિના સાધનથી સ્પષ્ટ, સુશ્રાવ્ય અને સમજી શકાય તેવો વિશિષ્ટ શબ્દ ઉદ્ભવે છે. તાળવું, દાંત આદિ અથડાવવું તે તો નિમિત્ત છે. વાસ્તવમાં ભાષાપર્યાપ્તિના ઉપકરણ વડે વક્તા જીવની શક્તિ જ મુખ્ય છે. વાજિંત્રના અવાજમાં પણ પ્રકંપન હોય છે. પરંતુ માણસ જેવું સ્પષ્ટ ઉચ્ચારણ હોતું નથી. પક્ષીઓ પણ મનસહિત છે તેથી તેઓમાં પણ વિચારવાની અને બોલવાની શક્તિ રહેલી છે. તેઓના અવાજમાં પણ તેમણે વિચારેલા ચોક્કસ સંકેતો હોય છે. પક્ષીઓના અવાજનું એક અલગશાસ્ત્ર છે. અનુભવીઓ પક્ષીઓના અવાજથી ઘણું ભવિષ્યકથન કરી શકે છે. મનુષ્યના અવાજદ્વારા પણ તેના સંબંધી અનુમાનો થતા હતા તેવા ઉલ્લેખો મળે છે. > હજારો માઈલો દૂરનો શબ્દ, વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા અહીં લાવીને તુરંત સાંભળી શકાય છે - જુઓ પૃ. ૯૨)
આધુનિક વિજ્ઞાન, શબ્દનું અંકન (tape record) કરી તેને ફરી ઉત્પન્ન કરે છે. શબ્દનું પ્રકંપન, કે પરિસ્પંદન પણ એક સૂક્ષ્મઉર્જા છે.