________________
ઘર ચણવા જેવું છે. બાહુબલિમાં ભરત ચકવતિને પણ પાછા હઠાવી દે એટલું બળ કયાંથી આવ્યું? તેમણે પૂર્વભવમાં ૫૦૦ સાધુઓને વિનય કર્યો હતો. વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે.
ન થાવચ્ચ પુત્રે દીક્ષા લીધી તે વખતે કૃષ્ણ મહારાજાએ ઢંઢરે પિટાવ્યું હતું કે–જેને દીક્ષા લેવી હોય તે લો. રાજકુમાર જેવી સાદાબી છોડી થાવચ્ચપુત્રને દીક્ષા લેતે જોઈ એક હજાર પુરૂષએ તેની સાથે દીક્ષા લીધી. પ્રભુની એકજ વખત દેશના સાંભળી વૈરાગ્યના રંગે રંગાઈ ગયા અને લેટબંધ પુરૂષે દીક્ષા લેવા ચાલી નીકળ્યા. એ કે અજબ રંગ હશે !
થાવચ્ચ પુત્ર દીક્ષા લીધા પછી કાલક્રમે ચૌદપૂર્વના જ્ઞાતા બની ગયા. તેમની યેગ્યતા જોઈ પ્રભુએ એક હજાર શિષ્યો સહિત વિચરવાની આજ્ઞા આપી. એક ગામથી બીજે ગામ વિચરતા સેગંધીય નગરીમાં પધાર્યા. બીજી તરફ શુકદેવ સંન્યાસી પણ પિતાના હજાર શિષ્યો સહિત તે નગરીમાં પધાર્યા છે. બંનેની ઉદ્ઘેષણ જોરશોરથી ચાલી રહી છે. થાવસ્થા અણુગાર હજારોની મેદનીમાં લોકોને ધર્મ સમજાવે છે. ધર્મનું મૂળ શું છે તે વાત ચાલે છે. “વિણય મૂલે ધ” વિનય એ ધર્મનું મૂળ છે. બીજી તરફ શકદેવ સંન્યાસી પણ મોટી મેદની વચ્ચે ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે કહે છે “શચી મૂલે ધમ્મ ” શચી એ ધર્મનું મૂળ છે. તે કહે છે, હાવું, દેવું, શરીર તથા વને સાફ રાખવાં, તે બેસે ત્યાં પણ પાણી છાંટીને બેસે. જ્યારે જૈન ધર્મ પાણી વધુ વાપરવાની ના પાડે છે.
એક જ ગામમાં બે પ્રકારની ઉપદેશધારા વહે છે. ત્યારે લોકોમાં પરસ્પર શંકા ઉત્પન્ન થઈ કે, એક કહે છે શુચી એ ધર્મનું મૂળ છે-અને બીજા વિનયને ધર્મનું મૂળ બતાવે છે. તે આમાં સાચી વાત કેની? જ્યાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોની વિરાધના થતી હોય ત્યાં ત્રણે કાળમાં ધર્મ નથી. જેમ જેમ ઈન્દ્રિયે વધતી ગઈ તેમ તેમ પ્રાણુ વધતા ગયા. એકેન્દ્રિયને ચાર પ્રાણ છે. બે ઈન્દ્રિયને છ પ્રાણુ, તે ઇન્દ્રિયને સાત પ્રાણ, રેન્દ્રિયને આઠ પ્રાણ, અસંસી પંચેન્દ્રિયને નવ પ્રાણુ અને સંજ્ઞી પંચેન્દ્રિયનેદશ પ્રાણ હોય છેઆ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણુની હિંસા થતી હોય ત્યાં ધર્મ નથી. તમે જેમ જેમ સમજતાં જાવ તેમ તેમ ખબર પડે ને? પહેલાં તે એક સામાન્ય એકસીડન્ટ થાય તે સજા થતી હતી જેથી કરીને બેદરકારી રહે નહિ અને આજે તે માણસને એકસીડન્ટ થાય તો સરકાર પુરા માગે છે. જીવ પ્રત્યે સહાનુભૂતિ જ નથી.
અહિંયા બંનેની વાતમાં પરસ્પર ભિન્નતા દેખાય છે. શહેરમાં લેકને શંકા ઉભી થઈ. શુકદેવ સંન્યાસી વિચારે છે કે હું તેની પાસે જાઉં અને તેને હરાવી દઉં. મારા શુચી મૂળ ધર્મનું નિકંદન કાઢવા ઉઠે છે, તેને ઠેકાણે લાવી દઉ'. અંદર અભિમાન ભર્યું હતું.