________________
૨૮
આના જેવી આપણી વાત છે. અમે કહીએ કે ધર્મધ્યાન કરે પણ અજ્ઞાની છે તે એમ કહે છે કે તમે તે સાત નરક બતાવે છે પણ જે ચૌદ હોય તે પણ અમને કેડે બાંધીને ફરવાની ત્રેવડ છે. આમ જોરથી બોલતા હોય છે પણ જ્યારે ભયંકર રોગથી ગ્રસ્ત થઈ જાય છે ત્યારે કેવા રાંકડા બની જાય છે! સાધુ હોય કે સંસારી હોય પણ કર્મ તે કેઈને છઠતા જ નથી.
મસ્તકે મુંડન કરાવવા માત્રથી કંઈ સાધુ થઈ જવાતું નથી. અને ભવને બેડે પાર થઈ જતું નથી. ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે કે
ન વિ મુડિએણ સમણે, ન ઓકારેણ બમ્મણે
ન મુણી રણવાસેણું, કુસ ચીરેણ ન તાવ છે ઉ. સૂ. અ. ૨૫ ગાથા ૩૧ સંસાર છોડી સાધુ બન્યા એટલે જવાબદારી વધે છે. ત્યાગમાર્ગમાં આવીને જમ્બર પુરૂષાર્થ કરવો પડે છે. જેમ નેકર કરતા શેઠને જવાબદારી અધિક હોય છે. નોકર તે એના રૂલ પ્રમાણે નોકરી કરે અને સાંજ પડે ઘેર જઈને આરામથી સૂઈ જાય. માલના ભાવમાં વધઘટ થાય તે શેઠની ઉંઘ ઉડી જાય, પણ નેકરને કંઈ અસર થાય ખરી? કારણ કે એની કાંઈ જવાબદારી નથી. તે જ રીતે શ્રાવક કરતાં સાધુની જવાબદારી વધુ હોય છે. ત્યાગીઓને જાગૃતિ ખૂબ રાખવી પડે છે.
ત્રિલેકીનાથ મહાવીર પ્રભુએ ત્રીસ વર્ષની ઉમરમાં દીક્ષા લીધી. ૭૨ વર્ષનું તેમનું આયુષ્ય હતું. પ્રભુના ચાતુર્માસ કેટલા થયા તે જાણે છે ને? ચાખે હિસાબ છે. પ્રભુના કર ચાતુર્માસ થયાં. તેમાં પ્રભુએ રાજગૃહી નગરીમાં ૧૪ ચાતુર્માસ કર્યા. તુંગીયાપુરીમાં કર્યા, પરંતુ જે ભૂમિમાં પિતે નેહની સાંકળથી છૂટયા, રાગના બંધને તેયા, ત્યાં ગયા નથી, એટલે એક પણ ચાતુર્માસ ત્યાં કર્યું નથી. ગ્રામનુગ્રામ વિચરતાં છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. અને અતિમ સમયે સોળ પ્રહર સુધી એકધારી દેશના આપી. આપણે ઉન્માર્ગે ચાલ્યા ન જઈએ, અને આત્માનું અધઃપતન ન કરીએ તે માટે કરુણાનિધીએ અપાર કરૂણા કરી છે. પ્રભુની અંતિમ વાણી જીવનના અંત સુધી આપણે યાદ રાખવી જોઈએ. અને એમની છેલ્લી શિખામણને આપણે પહેલી આચરવાની છે.
ઉત્તરાધ્યયન સૂત્ર એ ચાર મૂળ સૂત્રમાંનું એક મૂળ સૂત્ર છે. તેને મૂળ સૂત્ર શા માટે કહ્યું છે? ઉત્તરાધ્યયન સૂત્રમાં સૌથી પ્રથમ અધ્યયન વિનયનું છે. વિનય એટલે જે વિશેષ પ્રકારે આત્મા તરફ લઈ જાય તેનું નામ વિનય.
“વિણઓ જિણસાસન મૂલે, વિણયાએ સંજમે તે વિણયાએ વિષ્પમુક્કસ, ઓ ધમો ક ત છે”
જૈન શાસનમાં વિનયને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. માસખમણ કરે, સેળ ભથ્થુ કરે કે ગમે તેટલું જ્ઞાન મેળવે, પણ જે વિનય ના હોય તે પાયા વિનાના