________________
કાર થાય છે, તેવી જ રીતે અવિનીત આત્માને પણ ક્યાંય સ્થાન મળતું નથી. સંસાર સુખી થવા માટે પણ વિનયની જરૂર પડે છે. તે આ આત્મિક સુખ માટે કેટલે વિનય જોઈએ! તેને તમે વિચાર કરી લેજે. વિનયવંત આત્માને સંસાર પણ સ્વર્ગ જે બને છે અને અવિનીતને સંસાર દાવાનળ સરખે બની જાય છે.
બીજા અધ્યયનમાં બાવીસ પરિસહની વ્યાખ્યા કરી છે. વિનય નહિં હોય તે પરિસહને સહન કઈ રીતે કરાય! ત્રીજા અધ્યયનમાં ચાર બેલની દુર્લભતા બતાવી. ચેથા અધ્યયનમાં આયુષ્ય તૂટું સંધાય નહિ. પાંચમા અધ્યયનમાં જીવન તે જીવી ગયા, પણ કેવા મરણે મરવું છે, સકામ કે અકામ મરણે તે બતાવ્યું છે. આ રીતે ઉત્તરોઉત્તર બીજા અધ્યયન ક્રમ બતાવ્યા છે. તેમાં આપણે ચૌદમા અધ્યયનનું વાચન કરવાનું છે. તેમાં બે પાત્રે કેવા મજબૂત છે. ઈષકાર રાજા અને કમલાવતી રાણી, ભગુ પુરહિત અને યશા ભાર્યા અને તેના બે પુત્ર-એ છીએ આત્માએ મેહ નિદ્રા ખંખેરી કઈ રીતે જાગૃત બનશે અને શાશ્વત સુખને પ્રાપ્ત કરશે તે વાત આવશે. આપણે પણ એ સુખને પ્રાપ્ત કરવું છે, માટે ટાઈમસર જિનવાણુને લાભ લેશો.
વ્યાખ્યાન નં-૪
અષાઢ વદ ૨. સોમવાર તા. ૨૦-૭-૭૦ શાસનસમ્રાટ રિલેકીનાથ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સંયમ લીધા પછી સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી અઘરમાં અર એવી આરાધના કરી. તેઓ તે જ ભવમાં કેવળજ્ઞાન પામવાના છે એ તે નિશ્ચિત હતું, છતાં તેમણે એજ વિચાર કર્યો કે
જ્યાં સુધી મારા માથે કર્મના ઢગ પડયા છે ત્યાં સુધી મારાથી સુખે કેમ સૂઈ શકાય! કર્મની ગંજીને બાળવા ઉગ્ર સાધના કરી. એમના જેટલા પારણાના દિવસ છે તેટલાં આપણાં ઉપવાસના દિવસ થવા મુશ્કેલ છે. સાડા બાર વર્ષને પંદર દિવસની તપશ્ચર્યામાં ફક્ત પારણું ૩૪૯. અને એક વર્ષના દિવસ ૩૬૦ એક વર્ષ જેટલા પણ તેમના પારણાના દિવસે નથી. જયારે આપણાં તે પારણું અને અત્તરવારણ સૂકાય જ નહિ. કંઈક જ એવા પણ છે કે જેમાં એક વર્ષમાં ફક્ત સંવત્સરીને જ ઉપવાસ કરે છે. અને ઉપવાસના આગલા દિવસે રાત્રિના આઠ વાગ્યા સુધી તે ટોપરા ને લવીંગ ચાવતાં હોય છે. ખરી રીતે ઉપવાસના આગલા દિવસે ચેખો ચોવિહાર જોઈએ.
ભગવાને છ માસી તપ ચૌવિહાર કર્યા છે. તમને તે ઉપવાસની શરૂઆત ન થાય તે પહેલાં પારણું યાદ આવે છે. આપણે સર્વેને મેક્ષમાં જવું છે પણ “લડુ ભી ખાના ઔર મેક્ષ ભી જાના, એસી બાત છે તે કહના, નહિ તે મત બોલના”