________________
વિકાસ અને કર્તવ્ય–અમલને વિશ્વાસ અધિકાધિક જાગતે જાય છે ને? એ ખાસ તપાસવું ઘટે.
આ પંચસૂત્રની ભાષા આગમ જેવી અતિમધુર, પ્રૌઢ અને ભાવવાહી હાઈ એની રચના કેાઈ પ્રાચીન પૂર્વધર મહર્ષિએ કરી હોય એમ સમજાય છે, એમાં રહેલા વિશિષ્ટ કેટિના ભાવે જોઈને ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાન શાસ્ત્રકાર આચાર્ય વર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહરાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચને સૂત્રવચન જેવા હોઈને એનાં ય રહા ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનનો પ્રયત્ન એ માગે એક અલ્પ પ્રયાસ છે.
પંચસૂત્ર શું ?: પાંચ સૂત્રનો વિષય :
આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે, આમાં મુખ્ય પાંચ અધિકારને લગતા પાંચ સૂત્રને સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે –
(૧) પાપ–પ્રતિઘાત અને ગુણબીજાધાન (૨) સાધુધર્મ–પરિભાવના (૩) પ્રવજ્યા-ગ્રહણ–વિધિ (૪) પ્રજ્યા–પરિપાલન (૫) પ્રત્રજ્યા–ફળ. (૧) પાપ-પ્રતિઘાત અને ગુણબીજ-આધાન – *
પાંચમા સૂત્રમાં પ્રવજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિદ્ધિ અવસ્થા,