________________
(૧) એમને ઉપકાર પિતાને અને બીજાને માટે એકાંતિક છે, એટલે કે અપકાર(અહિત)ના લેશ વિનાને કેવળ શુદ્ધ ઉપકાર છે; તથા (૨) તે ઉપકાર આત્યંતિક એટલે કે છેલ્લે છે, અર્થાત જે ઉપકારની પછી હવે બીજા ઉપકારની અપેક્ષા નહિ રહે, કેમકે જીવ આ દેવત્યાગ અને ગુણપાલનના ઉપકારથી અંતે અનંત શાશ્વત સુખ પ્રાપ્ત કરી હંમેશ માટે કૃતકૃત્ય બનશે. એવો એમને ઉપકાર છે. જે નાસ્તિક રાજા પ્રદેશીએ શું કરેલું ? “સાધુ–સંન્યાસી તે લોકોને ધર્મ તપ-દાન–વતાદિ કરાવી દુખી કરે છે,”-એમ માની એમને નગરમાં આવતા બંધ કરેલા. પરંતુ શાણા મંત્રીની ગુપ્ત રોજનાથી કેશી ગણધર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. રાજા એ જાણે એમને વાદથી નિરુત્તર કરી રવાના કરવા માટે ઘોડે ચઢીને ત્યાં ગયે, અને રફથી કહે છે “આ શું ધતીંગ માંડયું છે? શાને ધરમ? શાને આત્મા? આત્મા, ધર્મ, પાપ, વગેરે ખરેખર વસ્તુ હેત તે તમારા હિસાબે મારે પાપી બાપ નરકમાંથી અને મારી ધમી મા સ્વર્ગમાંથી આવી મને સલાહ આપત. પરંતુ એવું કાંઈ બન્યું નથી. એટલે આત્મા, ધર્મ વગેરે કલ્પિત છે. બોલો શું જવાબ છે?” કેશી મહારાજે જરા પણ વિસ્મિત કે મુખ્ય થયા વિના એને આત્મા, ધર્મ, પાપ, સ્વર્ગ, નરક વગેરેની એવી તાત્ત્વિક વિચારણા આપી કે રાજા પગમાં પડી રુદન કરતો ક્ષમા માગે છે, અને ત્યાં જ મહાન આસ્તિક શ્રાવક બને છે. અંતે રાણના ઝેરી પ્રયોગમાં સમાધિથી મરી સૂર્યાભવિમાનને માલિક મહાન જિનભક્ત દેવ થાય છે ! સાધુને રાજા ઉપર કેટલે ભવ્ય ઉપકાર થે કે રાજા હવે ક્રમશઃ મોક્ષ પામી કૃતકૃત્ય બનશે.