________________
४४०
[ પંચસૂત્ર-૫ જાતના કર્મ આદિના ઉપદ્રવ વિનાના છે. કર્મ, કુસંસ્કાર, અને વિકૃતિના ઉપદ્રવથી પીડાતાને પરમાત્મા શી રીતે કહેવાય? પરમાત્મા પિતાને માટે સદાશિવ બનવા ઉપરાંત એમનામાં અનંત ગુણ વિકસ્વર થઈ જવાથી એ બીજા માટે પણ અશિવ ઉપદ્રવ દુર કરે એવા મંગળનું ઘર બની જાય છે. એમનું નામસ્મરણ, સ્તુતિ, ધ્યાન, પ્રશંસા વગેરે કરતાં એ સર્વવિકાર-સર્વઅશુદ્ધિથી રહિત હોવાને લીધે એમનું આલંબન મળ્યાથી શુભ અધ્યવસાયે અતરાયે નષ્ટ થાય છે ને એથી ઉપદ્રવ રહિત સ્થિતિ બને છે. માટે આલંબનભૂત સિદ્ધ પરમાત્મા એ મહામંગળ છે. વળી હવે કઈ કર્મ કે કાયારૂપ નિમિત્ત ન રહેવાથી, એ જન્મ–જરા-મરણ વિનાના બની ગયા છે. કહ્યું છે કે જેમ અત્યંત બનીને શેકાઈ ગયેલા બીજમાંથી કદી ય અંકુર ફૂટતું નથી, તેમ કર્મબીજ બળી ગયેથી સાંસારિક જન્મરૂપ અંકુરો ફૂટતો નથી. એમણે અશુભને એકાન્ત (અત્યંત) ક્ષય કર્યો હોવાથી, અશુભના અનુબંધને ચગ્ય ભાવી બંધની પણ શક્તિ હવે રહી નથી. કહો કે બધા અશુભને એના ગાંસડાપોટલા સાથે વિદાય કર્યા છે. એથી જ આત્માએ અનંત જ્યોતિમય અને અનંત આનંદમય પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવ કર્મ રહિત એકાકી બચે, તેથી હવે એને ગમનાગમન વગેરે કઈ જાતની ક્રિયા કરવાની રહેતી નથી.
પ્રવે-સમયે સમયે પલટાતા વિશ્વને જોવા-જાણવાની ક્રિયા તે છે, તે અક્રિય શી રીતે ?
ઉ૦-અક્રિય એ રીતે, કે કાયા-વાણી-મન કશું જ એમને નથી, તેથી કાયા-વાણીથી તો શું પણ મનથી ય વિચાર