________________
૫૦૨
[પંચસૂત્ર-૫ બરાબર એ જ સમજે, તે અવસરે એના પ્રભનને જતું કરે. પણ ઔચિત્યને જતું નહિ કરે. આમ ઔચિત્યને અખંડ જાળવે, તે મનાય કે એ આજ્ઞા પર બહુમાન કરનાર છે. જુઓ કે ઔચિત્યને ભંગ કેણ કરાવે છે? તુચ્છ સંસારના વિષય-કષાયના બહુમાન ને? એ બહુમાન જેને છે એને આજ્ઞાનો આદર ક્યાંથી હોય? કેમકે સઘળી ય આજ્ઞા યાને સમસ્ત જિનવચન વિષયકષાયની ભયંકરતા અને ક્ષ–ાક્ષસાધક ધર્મની જ કલ્યાણ મંગળરૂપતા દર્શાવી વિષયકષાયને અત્યંત ત્યાજ્ય અને મોક્ષ તથા સદ્ધર્મને જ ઉપાદેય–આદરણીય કહેનાર છે. ધરાર અનુચિત વર્તના આવાં જિનવચનની અવગણના કરી વિષયકષાય અને અર્થકામને આદર સાથે સેવી રહ્યો છે.
આથી સમજાશે કે આજ્ઞાને પ્રેમી, જેમાં સર્વત્ર મન-વચનકાયાએ ઉચિત વર્તાવને ખપી હોય, તેમ નિયમ સંગને સાધક હોય. “સવેગ એટલે મોક્ષને અને માણસાધક જિક્ત ધર્મને તીવ્ર અભિલાષ, દઢ રંગ. મેક્ષ અને ધર્મની આજ્ઞા ગમી એટલે સહેજે એ મેક્ષ અને ધર્મને રંગ જમાવે ને વધારે. આજ્ઞા પામવા છતાં જે આત્મામાં સંવેગ નથી, તે વસ્તુતઃ તે હૃદયમાં આજ્ઞા પામ્યું જ નથી. સંવેગીને તો અજ્ઞાના પ્રતાપે સન્માન, સમૃદ્ધિ કે સ્વર્ગાદિ મળે, તે ય ત્યાં એ ઔચિત્ય સાથે સવે–વિરાગમાં ઝીલને હેય. તેથી એને ભવવૃદ્ધિ કે દુર્ગતિ ન થાય પરંતુ સવેગ વિનાના ભવાભિનંદીને તે સન્માન સમૃદ્ધિ મળતાં, સ વેગાદિના અભાવે એ એવા કષાય-હિંસાદિના ઘેર પાપમાં પડે છે, કે તેથી એને દીર્ઘ દુર્ગતિના ભવ સર્જાય.