________________
૪૬૨
[પંચસૂત્ર–૪ કર્મને બંધ ન પડી શકે એ વાત સાચી છે. પરંતુ અહીં તે પૂર્વ કાળથી આત્મા કર્મના લેપે લેપાયેલો હોવાથી રૂપી મૂર્ત જે છે. તેથી એના પર ન કર્મબંધ લાગી શકે છેવળી પૂર્વે એ લેપ પણ એની પૂર્વે આત્મા બીજા કર્મથી લેપાયેલે જે હતું, એના પર લાગે છે અને એથી દૂર પૂર્વની લેપાચેલી સ્થિતિ પણ એની પૂર્વભવમાં આત્મા એથી પૂર્વેથી લેપાઈને આવેલે તેના પર બનેલી, એટલે એને કોઈ જ ભૂતકાળ નથી કે જેમાં જીવ કર્મથી લેપાયેલો ન હોય, ને કર્મ બાંધવાની ક્યિા ન કરી હોય અર્થાત્ આત્મા પર કર્મબધપ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે કયારેક લેપની તદ્દન શરુઆત માનવા જતાં, એ અહેતુક બની જાય !
અહો ! જીવની આ કેવી મૂર્ખતા કે એણે કર્મ બાંધવાને એટલે કે પિતાને મલિન કરવાને જાણે સ્વભાવ જ બનાવી દીધે! દૂધની સફેદાઈ ખાંડની મીઠાશ, કે કાજળની કાળાશના સ્વભાવ મળથી. એની જેમ જીવને કર્મ બાધવાને સ્વભાવ મૂળથી. કઈ ભૂતકાળમાં બંધની ક્રિયાના સ્વભાવ વિના જીવી રહ્યો નહિ! ખૂબી તો એ, કે કર્મમળ સ્વયં ચાલીને જીવ પર ચાટવા નથી આવત; તેમ છતાં આત્મા કર્મને નિમિત્ત આપીને પોતાની પર ચેંટાયા વિના અને તેથી અનંત દુખી બન્યા વિના રહ્યો નથી ! આમ અનંતાનંત કાળની આ બાળચેષ્ટાની ભયંકરતાનું પણ હજી એને ભાન નથી થતું, એ એક માનવપણામાં કમનસીબી છે. હવે તો એ ભાન લાવીને બંધની ક્રિયાને અંત લાવ જોઈએ. એ અંત લાવવાનું સામર્થ્ય માનવભવમાં જ છે, માટે માનવભવ એ માટે જ માન્ય ગણાય, અને એ અંત લાવવાથી જ સફળ થાય.