________________
પ્રવ્રજ્યા-ફલસૂત્રમ્ |
૪૭ (૧૩) જિનાજ્ઞા સમંતભદ્રા : પાત્ર કેણુ?
સૂત્ર:-Rા આ હું મારા મંતમા તિવિgિs, अपुणवंधगाइगम्मा।
અર્થ—અહીં ભગવાનની આ (ઉભય નયન) આજ્ઞા સમંતભદ્રા છે, ત્રિકટિ–પરિશુદ્ધ છે, અપુનબંધકાદિ જીવથી સમજાય એવી છે
વિવેચન –સમંતભદ્ર ઃ ૩ પરીક્ષા શુક્ર
અહીં શ્રી અરિહંત ભગવંતની ઉભયનયગર્ભિત અર્થાત નિશ્ચય-વ્યવહાર બંને નયને પ્રરૂપનારી આ આજ્ઞા, અથવા આ પંચસૂત્રમાં અનુવાદ કરેલી સર્વ આજ્ઞા સમંતભદ્ર છે–સર્વ રીતે નિર્દોષ છે. કેમકે એ કષ, છેદ અને તાપની વિકેટિ–પરીક્ષામાં શુદ્ધ સાબિત થયેલી છે. જેમ સુવર્ણને કસોટીએ કસી, વચ્ચેથી કાપી, જરૂર પડયે અગ્નિ પર તપાવી પારખવામાં આવે છે, તેવી રીતે શાસ્ત્રવચનની પરીક્ષા કરાય છે. તેમાં અવિરુદ્ધ કલ્યાણ કર્તવ્યનાં વિધાન, અને વિરુદ્ધ કાર્યોનાં નિષેધ, જે શાસ્ત્ર ફર માવ્યા હોય, તે શાસ્ત્ર કષ પરીક્ષામાં નિર્દોષ ઠર્યું. વળી એ વિધિનિષેધની પ્રાપ્તિ કે પાલન કરાવે એવી ક્રિયાઓ-આચાર બતાવનારું શાસ્ત્ર છેદી પરીક્ષામાં પસાર ગણાય. તથા એ વિધિનિષેધ અને આચાર સંગત થઈ શકે અર્થાત વિહિતને સ્વીકાર અને નિષિદ્ધને ત્યાગ તથા આચાર-ક્યિા ઘટી શકે, એવાં તત્ત્વ અને સિદ્ધાન્તની વ્યવસ્થાવાળું શાસ્ત્ર એ તાય
१ विधिप्रतिषेधौ कषः । २ तत्संभवपालनाचेष्टोकिश्छेदः । ३ तन्निवन्धन-भाववादस्तापः ।
૩૨