________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૬૧ હોય, એને જ સિદ્ધ થવાનું હોય, બીજાને નહિ. મૂળથી જ સિદ્ધ હાય, એને શું સિદ્ધ થવાનું હતું ? જે બદ્ધ (બંધાયેલ) હોય, એને બંધનથી છૂટી મુક્ત થવાનું હોય; એની મુક્તિ વાસ્તવિક ગણાય, બાકી કદી ય જે બદ્ધ નથી, એની મુક્તિ વાસ્તવિક ન ગણાય. બંધ જ નહિ હોવાથી એનામાં “મુક્તિ' શબ્દનો અર્થ ન ઘટે કદાચ એનામાં મુક્તને વ્યવહાર ઉપચારથી કરવો હોય, તે અસલી મુક્તિ તે “પ્રકૃતિ વગેરે કઈ બીજાની માનીને, એને ઉપચાર આત્મામા કરવામાં આવતો હોય એવું બને – આ સાંખ્યાદિનો મત છે, પરંતુ તે બેટે છે. કેમકે જે આત્મા બદ્ધ નહિ પણ પ્રકૃતિ બદ્ધ છે, તો પ્રકૃતિ ભલે દુખી હોય, કિંતુ શુદ્ધ સ્વરૂપી આત્માને શું ? પછી મુક્તિ માટે પુરુષાર્થ પણ આત્માએ શા સારુ કરી પ્રકૃતિના કાર્યને પોતાનામાથી ભ્રમ ટાળવા માટે કર-એમ જે કહેવામાં આવે, તે એને અર્થ એ કે “આત્મા પિત, બદ્ધ નહિ છતા, પ્રકૃતિની બદ્ધતા પિતાનામાં આરોપિત કરવાના ભ્રમવાળો તો છે જ એવું સ્વીકારવામાં આપત્તિ એ આવશે કે એ ભ્રમવાળી દશા પૂરત પણ આત્મા અશુદ્ધ અને બદ્ધ ગણાશે ! તો જ “પછી ભ્રમ ટળે આત્મા શુદ્ધ અને મુક્ત બન્યો, એ કથન સાર્થક થશે આમ આત્મા જે બદ્ધ છે તે જ મુક્ત થવાનું ઘટી શકે. અબદ્ધની મુક્તિ થતી હોય. તે અબદ્ધ જડ આકાશાદિની પણ મુક્તિ કેમ ન થાય ? અરૂપીને બંધ કેવી રીતે?
પ્રક-ઠીક છે આત્મા બદ્ધ છે એમ માનીએ પણ અરૂપી અમૂર્ત આત્મા પર મૂર્ત કર્મયુગલને બંધ કેવી રીતે ઘટે ?
ઉ૦-આકાશની જેમ કેવળ શુદ્ધ અરૂપી આત્મા પર રૂપી