________________
૪૫૮
[પંચસૂત્ર–પ હેવાના હિસાબે) અનેકાંતવાદ એ રીતે છે, નહિતર તે (ભવ્ય ત્વનો) એકાંત થઈ જાય છે. એ મિથ્યાત્વ છે. એનાથી વ્યવસ્થા ન થાય. એકાંતનું આશ્રયણ એ આહંત સિદ્ધાન્ત નથી. સંસારીને જ સિદ્ધપણું આવે. ન બંધાયેલાની મુકિત (માનવી એ) શબ્દાર્થ રહિત છે
વિવેચન –અનેકાંતવાદથી જ વ્યવસ્થા અનેકાંતવાદ એ તત્વવાદ છે, તારિત્રક સિદ્ધાન્ત છે. એકાંતવાદ એ મિથ્યા સિદ્ધાંત છે અનેકાંતથી થતું પદાર્થનું નિરૂપણ એજ તાત્વિક નિરૂપણ છે, કેમકે એ વસ્તુમાં ઘટતા અનેક ધર્મો અને અનેક કાર્ય–સામર્સોને ન્યાય આપે છે, પણ એકાતવાદની જેમ અમુકને સ્વીકાર અને અમુકને અપલાપ કરતો નથી.
પ્રસ્તુતમાં ભવ્યત્વમાં અનેકાન્ત આ રીતે, કે ભવ્યત્વ મોક્ષપ્રાપ્તિની રેગ્યતારૂપ હોઈ એ મેક્ષની જેમ મેક્ષનાં સાધન અને સાધનાઓ પ્રત્યે પણ કારણભૂત છે. મૂળ ચોગ્યતા હોય તે જ આ બધું પ્રાપ્ત થાય. હવે દરેક જીવને જુદા જુદા જ કાળ વગેરે સાધને અને જુદી જુદી જ સાધના–મોક્ષને મળે છે; તે એમાં કારણભૂત ભવ્યમાં જુદી જુદી જ કારણુતા માનવી પડે આમ, બધાના મેક્ષ પ્રત્યેની એકસરખી કારણતા; પરંતુ સાધન-સાધનાની ચોગ્યતા તરીકે જુદી જુદી કારણતા આ અનેકાંતવાદ જ છે, પણ સમાન જ કારણતાને એકાંત નહિ. એકાંતવાદ એ તો એક પાક્ષિક જ સ્થિતિ માનશે, ને એથી ભિન્ન ભિન્ન જાતના અનેક કાર્યોને ન્યાય નહિ આપી શકે ભવ્યત્વાદિ બધા ભને સર્વથા-સરખું જ માનવું એ એકાંતથી તે બધાની સમકાળે ને સમાગથી જ મોક્ષ થવાની આપત્તિ આવે ! હકીકતમાં