________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૪૩ છે. જેમ જ્ઞાનની અરૂપી સ્થિતિ છે ને? તેથી એવું નથી કે એ આવા આવા પ્રકારે રહેલા સંસ્થાનવાળે છે. એને જડની માફક કેઈ આકૃતિ નથી. હવે એમની અવસ્થા અનંત વીર્યયુક્ત છે. તે બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના સ્વભાવે કરીને જ કૃતકૃત્ય છે. એમના સઘળા કૃત્યે સર્યા હોવાથી કાર્યશક્તિ બંધ પડી જાય છે. હવે કશું કાર્ય કરવાનું રહેતું નથી. કેઈ જ પ્રોજન બાકી નથી.
વળી દ્રવ્યથી અને ભાવથી–બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના નડતરથી, પીડાથી રહિત બન્યા છે. એમની સ્થિતિ હવે સર્વથા અપેક્ષા રહિત છે, કેમકે એવી અપેક્ષા-આધાર રાખવાની શક્તિ હવે રહી નથી. વળી નિરપેક્ષ હોવાથી સુખની ઉત્કૃષ્ટતાને લીધે સ્તિમિત છે, અવ્યાકુળ છે વળી ઊછળતાં મજા વિનાના પ્રશાંત સ્થિર મહાસાગરની જેમ, સિદ્ધ અવસ્થા સ્થિર પ્રશાત છે. અહી એકાંતે અવ્યાકુલ કહ્યું, કેમકે સુખની ઓછાશ હોય તે કઈ વિકલપથી હૈયું ખળભળે ને ?
(૨) અસાંગિક સ્થિતિનું મહત્ત્વ. રહસ્ય
सूत्र:-असं जोगिए एसाऽऽण दे, अआ चेव परे मए । अविक्खा अणाणदे। संजोगो विओगकारण । अकल फलमेआओ विणिवायपर खु तं, बहुमयं मेाहाओ अवुहाण । जमित्तो विवजओ, तओ अणत्था अपज्जवसिया। सए भावरिऊ परे ।
અર્થ આ આનદ અસોગિક છે. તેથી જ શ્રેષ્ઠ મનાય છે (સંયોગની અપેક્ષા એ આનંદ નથી સંયોગ એ વિયોગને પેિદા કરે છે. એવા સંયોગથી થતું ફળ એ ઈષ્ટ ફળ નથી. એ ફળ તે વિનશ્વર છે, ને અજ્ઞાનીઓને મહેને લીધે એ બહુ