________________
સુત્ર ર. સાધુધર્મની પરિભાવના
(૧) ધર્મગુણેનું
સ્વરૂપ-સહજસુંદરતા આદિનું
ચિંતન
सूत्र :-जायाए धम्मगुणपडिवत्तिसद्धाए, भाविज्जा एएसि सरूव, पाइलुदरतं, अणुगामित्त, परोवयास्त, परमत्थहेउ-त ।
અર્થ :--ધર્મગુણપ્રાતિના ભાવ જાગ્યા પછી એ ધર્મગુણોનું સ્વરૂપ ચિતવવું, એની સહજસુંદરતા, (પરલોક-) અનુયાયિતા, પોપકારિતા અને પરમાર્થ કારિતા વિચારવી.
વિવેચન –હવે બીજા સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ થાય છે. બીજા સૂત્રનો પ્રારંભ આ રીતે છે – પહેલાં સૂત્રમાં ધર્મગુણબીજની વાત કરી, ત્યાં એ બીજ તરીકે વિચિત્ર વિપાકવાળું શુભ કર્મ કહ્યું એ બીજને પ્રાપ્ત કર્યા પછી તે બીજરૂપ કર્મ પિોતાની વિચિત્રતાને લઈને અમુક અમુક પ્રકારની કાળ પુરુષાર્થ વગેરે સામગ્રી પામીને પાકે છે, એટલે એના શુભાનુબંધને લીધે ધર્મ ગુણ (પ્રાણાતિપાત વિરમણ યાને હિંસાને ત્યાગ વગેરે વતો)ની સન્મુખતા પ્રાપ્ત થાય છે, અને તેથી આત્માને ધર્મગુણ પ્રાપ્ત કરવાની પરિણતિ જાગે છે. તે થાય ત્યારે શું કરવું તે બતાવે છે.
તથા પ્રકારના મિથ્યાત્વાદિ કર્મનો ઉપશમ થવાથી આત્મામાં ધર્મગુણની પ્રાપ્તિને ભાવ (ઈચ્છા) પ્રગટ થાય પછી