________________
૨૫૬ લઉં, મારું શરીર કેવું સુંદર લાગે છે, હું કે પુષ્ટ છું,” આ આસક્તિ, અથવા તે, “શરીર સારું નથી રહેતું, મજા માણી શકાતી નથી, ઊંઘ નથી આવતી, પૈસા નથી મળતા,” આ ચિંતાઓ ! માનવ–કાળમાં તે સમજવું સહેલું છે કે પેટને ગમે તેટલું અને ગમે તેવું સારું આપીશ, પરંતુ સવાર પડતાં તે ભૂખ્યું ! તું દેહને ય સુવાડે, અને એ ભૂખ્યું ઊઠે! હવે એને તૃપ્ત કરવા પાછે આખો દિવસ કાઢવાન ! વાહ ! કેવી વેઠ ! દેહની ખાતર આત્મા ? કે આત્મા ખાતર દેહ ? વળી સુંદરમાં સુંદર મિષ્ટાન્ન આપે, એની વિષ્ટા કરે એ! નિર્મળ. ગંગાના પાણીના પિશાબ કરે એ ! આવું સદાનું માંગણિયું, ભૂખણિયું અને ભીખણિયું શરીર એમ તૃપ્ત નહિ થાય, એ તે ત્યાગ–તપથી જ તૃપ્ત થાય.
એવી રીતે ધન ગમે તેટલું કમાય, પણ તેને સંતોષ નથી. જડની ઈછા આકાશ જેવી અનંત છે. પહેલાં હજારની, મળે તો લાખની, તે પણ મળ્યેથી ૨૫–૫૦ લાખની, એમ લાભ. અને પરિગ્રહ સંજ્ઞા વધતી જ ચાલે છે. તેને દેવની પણ ઋદ્ધિ. -સિદ્ધિ આપવામાં આવે, તે ય તૃપ્તિ નહિ. પિતાનાથી ઊંચા સ્વર્ગની ઋદ્ધિ જોઈ બળે છે, ખિન્ન થાય છે. જડ પદાર્થની ઈચ્છાનું એ માહામ્ય છે, કે એ ઈચ્છા પૂરી થતી જ નથી. એ મિટે તે એ પદાર્થોની ઉપેક્ષાથી જ મિટે, “ન જોઈએ, ન જોઈએ ના મંત્રથી શમે. તે ઉપેક્ષાભાવ, એ તૃષ્ણાના ભયંકર પરિણામે હૃદયે વિચાર્યાથી અને પ્રમાણમાં ધનત્યાગ શેખની વસ્તુત્યાગ વગેરેના નિયમથી કેળવી શકાય. પછી તો. આહાર-વિષય-પરિગ્રહ-સંજ્ઞાના ભુક્કો ઉડાડી શકાય. એ માટે. આ ચગ્ય કાળ છે.