________________
૩૮૪
( [ પંચસૂત્ર-૪ ઘડે.” માથાવાઢ દુશ્મન પર પણ ક્ષમાના સંકલ્પ ઘડે. મનમાં કેઈએ કરેલ પિતાના મહાન અપમાનને પ્રસંગ કલ્પી, ત્યાં નમ્રતા મૃદતાને મને રથ કરે. એમ માયાત્યાગ, લેભત્યાગને મને રથ કરે. આવી રીતે ઈંદ્રાણી ય જોવાના જેને કેડે નથી, મને રથ નથી, તે આ સંસારની ગમે તેવી સુંદર સ્ત્રીને શું જુવે? મળ, મૂત્ર, અને માંસની, ગંદકીને ઘાડે! માત્ર ઉપરથી તદ્દન પાતળી ચામડીએ મઢેલે અનંતગુણ નિધાન પરમાત્માને મૂકી, એમાં શું જોવાનું ય હતું ? ભયંકર પરિસહ ઉપસર્ગમાં ય ધીરતાના મનોરથ જેણે કર્યા અને સામાન્ય પ્રતિકૂળતા શું અધીર બનાવે ?
આમ ઉપર કહેલા ઉપાયો સેવી શું ક્યું? ગુણ અને ધર્મને આત્માના સ્વભાવરૂપે ઊભે કર્યો. સામગ્રી વિના પણ અંતરમાં દીવો પ્રકાશ કર્યો. આને અર્થ એ નથી કે શુભ સામગ્રીથી ઉખે; પણ એ કહેવું છે કે શુભ સામગ્રીથી રહિત કાળમાં ય અને બાધક સામગ્રીના સંયોગકાળમાં ય શુભ પરિ ણામને તેજસ્વી રાખે. પછી તે દા. ત. રસને થાળ નહોતે ત્યારે ય એટલે વૈરાગ્ય નહોતે તે એ થાળ સામે આવે, લલચાવે, છતાં એના પ્રત્યેક વિશેષ દૃઢ વૈરાગ્યથી લક્ષ પણ ન આપે.
ક્ષાયિક ગુણેમાં જવા માટે તે, આત્મપતન કરાવનાર સંજોગ ઊભું થાય તો ય, તેની કાંઈ અસર આત્મા પર ન થાય તેવું અચલપણું પ્રાપ્ત કરવું છે. આજ સુધી એવું હતું કે કઈ ગુસ્સો ન કરાવે ત્યાં સુધી ક્ષમા રહેતી અને પ્રતિકૂળતામાં સમા ભાગી જતી. એ અસ્થિર દીવ કહેવાય પણ હવે એને સ્થિર કરવાનો છે. એ વિચારાય કે જ્યાં ગુસ્સે થવાને પ્રસંગ નથી, બધી સારાસારી છે, ત્યાં શી ક્ષમા કરવાની ?