________________
૩૯૨
* [પંચસૂત્ર-૪
આરંભ, અને નિર્વહણ-સ્વરૂપ કિયા. મોક્ષ–સાધક તે તે સંયમ અને બાહ્ય-અત્યંતર તપને ઔચિત્યના બરાબર પાલન સાથે આરંભે છે, અને એ આરંભેલ રોગોને બરાબર નિર્વાહ પણ કરે છે. અર્થાત ઠેઠ ગુણની પરાકાષ્ઠાએ પહોંચાડે, એવું એનું અખંડ પ્રગતિશીલ પાલન કરે છે.
સૂત્રઃ-ઘરમggવે કવિ સંમતવારિત્રા अवहिए परीसहोक्सग्गेहिं वाहिअमुकिरिआनापण।।
અર્થ – સંયમ અને તપની ચિકિત્સાથી પીડા ન પામતાં તેમજ પરીસહ અને ઉપસર્ગથી વ્યથા પામ્યા વિના, સારી ચિકિત્સા લેતા રોગીના દેખાતે પ્રશમ સુખને અનુભવે
વિવેચન –આ રીતે કષ્ટ સાથે સંયમ–તપને સાધવા છતાંય પ્રશમ સુખ અનુભવે છે પણ ખેદ, લાનિ, પીડા વગેરે પામતે નથી દેહ અને મનને અનુકલ પડે, એવા પણ આસો દબાવવામાં, એટલે કે સંયમમાગે સંસારથી પ્રતિસ્ત્રોત યાને ઉલ્ટા પ્રવાહ ગમન કરવામાં તથા ઉપવાસ વગેરે બાહ્ય તપમાં અને પ્રાયશ્ચિતદિરૂપ અત્યંતર તપમાં જરા ય દુઃખી થયા વિના હૃદયથી પ્રશમ સુખને અનુભવે છે. ચિત્ત ખૂબ જ પ્રશાન્ત, પ્રસન્ન, અને એવું તૃપ્તિમસ્ત રહે છે. કે તીવ્રસુધા, તૃષા, શીત, ઉષ્ણ, વ્યાધિ, માર, અપમાન વગેરે પરિસહ, અને દેવ, મનુષ્ય કે તિયચના ભયંકર પણ ઉપસર્ગોની ઝડી વરસે તે ય એ સારી ચિકિત્સા કરનાર રોગોની જેમ જરાય મનથી શ્રેભાયમાન કે પીડિત નથી થતા. પ્રશમ સુખથી એ અનુભવે છે કે આનાથી આત્માને કોઈ હાનિ થવાની નથી. આત્માને કે આત્માના જ્ઞાન–સુખને એક પ્રદેશ પણ હણ નથી. ઉલટું પાપકર્મ ખાવાથી આત્મ-વિકાસ થવાને છે...