________________
४३९
[પંચસૂત્ર-પ અર્થ તેવા પ્રકારના કરૂણાદિ ભાવથી એ એમ પ્રધાન પરાર્થના સાધક અનેક ભએ પાપકર્મથી સુકાતે આવે છે, અને શુભ ભાવેએ વધતે એ અનેક ભવો સંબંધી આરાધનાથી સર્વોત્તમ અંતિમ ભવને પ્રાપ્ત કરે છે, જે હવે છેલ્લા–પહેલા કઈ ભવનું કારણ નથી, અને સંપૂર્ણ પ્રધાન પદાર્થનું કારણ છે. ત્યાં કાર્ય સંપૂર્ણ કરીને કર્મમળનો નાશ કરી એ સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, સમસ્ત દુઃખને અંત
વિવેચન –ચરમ ભવની સાધના –
પ્રવજિત ઉત્તમ પુરુષ પ્રધાન યોગ્યતાવાળો હોઈ તેવા પ્રકારના કરુણાદિભાવને લીધે જુએ “અહો! આ જગતમાં જીવે બિચારા મોહવશ પાપમાં ફૂખ્યા રહે છે! અને કર્મના પનારે પડી ભારે દુઃખી થાય છે! હું પ્રભુનું શાસન પામ્યો છું, તો લાવ, એમને પાપ અને દુઃખમાંથી છૂટવા સહાયક થાઉં! અનંત કરુણાસાગરનું શાસન એમને પમાડું ! શાસનના આદેશે એ પાળે એવું કરૂં !” એવા ધર્મનું દાન કરીને ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રધાન પરાર્થને પણ સાધક બને છે. એવી અનેક જન્મોની સાધના કરીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી રહિત બનતા જાય છે; અને સંવેગાદિ શુભભાવોથી વધતું જાય છે. એમ અનેક ભવોની પારમાર્થિક આરાધના વડે સર્વશ્રેષ્ઠ એવા તીર્થકર ગણધર વગેરેના ભવને પામે છે.
પ્ર-વધતો સવેગ એટલે શું?
ઉ૦-જેમ એના એજ સૂર્યને આપણે હજારોવર જેવા છતાં, નવી સવારે સૂર્યને જોતાં ચમકારે જુદો જ અનુભવાય છે,