________________
૪૧૬ ]
[ પંચસૂત્ર-૪ ગુવામિનારા એટલે એ તે ગુણેને અતિ તેજસ્વી કરી શુકલ જીવોમાં મુખ્યત્વે આગળ પડતે બને છે, એના અખંડ ચારિત્ર, અમાત્સર્ય વગેરે ગુણ શ્રેષ્ઠ કેટીના થઈ જાય છે.
(૧૫) લોકસંજ્ઞાત્યાગ-ગતિશ્રોતાગમન સૂત્ર:-પ્રાય gિov/વાના રવા ઢોસા, પરિણાની अणुसोअनिवित्ते, सया सुहजोगे एस जोगी वियाहिए ।
અર્થ -પ્રાયઃ કર્મના અનુબંધ ઉચ્છિન્ન કરનારે લેકસંજ્ઞાનો ક્ષય કરે છે, (ઈદ્રિય-મનની અનુકૂળતાનાં પોષણ ન કરતાં) સામા પૂરે જનાર, અનુકૂળ (પોષણરૂપી) પ્રવાહથી પાછા ફરનારે, સદા શુભગ સંપન્ન એ ચાગી કહેવાય છે.
વિવેચનઃ- શુલ-શુક્લાભિજાત્ય બનેલા મુનિમાં આ. વિશેષતા છે કે પ્રાયઃ કરીને એના કર્મોના અનુબંધ છેદાઈ ગયા હોય છે. આત્માની સિલિકે–રહેલ કર્મમાં એ ઉદયમાં આવીને નવાં કર્મ ઊભા કરવાની જે બીજ શક્તિ, તે નાશ પામી ગઈ હોય છે. દા. ત. મહાવીર પ્રભુ કાનમાં ખીલા ઠેકાવાનું કર્મ લઈ આવેલા; પરંતુ એમાંથી અનુબંધ-બીજશક્તિ તોડી નાખેલી. એટલે તે કર્મ ભોગવતા આગળ નવા કર્મ ઊભા ન થયાં. અર્થાત શુક્લાભિજાત્ય હવે તે તે કર્મ વિપાકને વેદતા તેવા પ્રકારના નવાં કર્મને પ્રાયઃ નથી બાંધતે. “પ્રાયઃ” એટલા માટે કહ્યું કે કર્મોની શક્તિ અચિત્ય છે તેથી કઈકવાર કેઈક સમર્થ સાનુબંધ કમ રહી ગયું હોય, તો તે વેદતાં ફરી તેવું કર્મ બાંધે પણ છે. અનુબંધનો આ ઉચ્છદ પૂર્વે કહેલી તેજલેશ્યા અને આ ગુણેને આભારી છે “શુક્લ બનાવનાર ગુણેને સ્થાને અવગુણે હેય તે તે આત્માને કૃષ્ણ રાખે છે, જેથી