________________
४२०
[ પંચસૂત્ર-૪ ચરમભવનું સંધાન કેવી રીતે ? –
આત્મા પર અસંખ્ય જન્મનાં કર્મ અને અનંતા ભવેની -વાસનાઓ જામી હોવાથી એ સર્વને સંપૂર્ણ નાશ થઈ સીધે મક્ષ થવાનું, તે આ ભવના અંતે જ સીધે મેક્ષ થવાનું–મુશ્કેલ છે. તેથી વચમાં હજી બીજા ભવ તે થવાના. (દા. ત. પૃથ્વીચંદ્ર, સમરાદિત્ય, વગેરેને પ્રથમ ભવની ઉચ્ચ સાધના છતાં પછી પણ ભવે તે કરવા પડ્યા.) પરંતુ એ જે પ્રથમ ભવના સુંદર અનુબંધથી એવા સફલેશ રહિત ભોગવાળા નીપજે, કે જેમાં વૈભવભાગ છતાં ઉત્તરોત્તર આત્મશુદ્ધિ વધતી આવે. એથી અને છેલ્લે ભવ એ વિશુદ્ધ બનવાને, કે જે સમ્યફ સર્વથા શુદ્ધક્રિયા કરવા વડે કરીને અભવ (મેક્ષ) સાધક બનશે. અર્થાત્ એ ભવ પછી કઈ ભવ જ નહિ, પણ અમર મોક્ષ થવાને.
અસલિષ્ટ ભેગ–કર્મરહિત થવાના શુદ્ધ ભાવ વિના અભય યાને મેક્ષ સિદ્ધ થઈ શકે નહિ. શુદ્ધ ભવથી જ અભવ સિદ્ધ થાય દષ્ટાંત તરીકે, સુરૂપ વગેરે ભોગ-સાધન વિના સંપૂર્ણ ભોગક્રિયા બને નહિ, પણ સુરપાદિથી જ સંપૂર્ણ ભોગક્રિયા બને. સુરૂપદ એટલે સારૂં રૂપ, વય, વિચક્ષણતા (ચતુરાઈ) સૌભાગ્ય (જેનાથી બીજાને ગમીએ તે), મધુરતા (કમળ મીઠા સ્વભાવ), અિશ્વર્ય (સંપત્તિ-માનમર્ત પ્રતિષ્ઠા વગેરે), એને ભોગનાં સાધન કહ્યાં છે. એવા સારાં રૂપ વગેરે આપવાને સમર્થ એવા પુણ્યવંતા ભવ થકી જ સંપૂર્ણ ભોગક્રિયાઓ પ્રત્યે આ સામગ્રી અખંડ કારણતા (નિમિત્તભાવ) ધરાવે છે. તે એવી પરિપૂર્ણ (ભોગક્રિયા) હોય છે કે જે બિલકુલ સંકુલેશ રહિત સુખરૂપ હોય છે. વિવેચનકાર લખે છે કે અહિં શૂન્યતા હોવાથી