________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૨૧
સફલેશ હતો નથી. (“શૂન્યતા” શું? એ ચોક્કસ સમજાતું નથી. અત્યંત પૂર્ણ સામગ્રીને લીધે “ઝંખના, અધીરાઈ, ગૃદ્ધિ વગેરે દુર્ગથી શૂન્યપણું-રહિતપણું” અથવા શૂન્યતા એટલે “ઉદાસીનતાભાવ” એ અર્થ લાગે છે). એથી રાગદ્વેષાદિરૂપ કઈ ચિત્તસંક્લેશ નહિ હેવાથી ભોગક્રિયા અસંકિલષ્ટ સ્વસ્થ સુખરૂપ હોય છે. એવી રીતે પૂર્ણ ભોગક્રિયાઓ બીજાને પણ સંતાપ કરનારી હોતી નથી. તે અહીં વિચક્ષણતા વગેરે ગુણોને લઈને શક્ય છે. કેમકે, વિચક્ષણતા, મધુરતા વગેરે ગુણે કેઈને સંતાપ નહિ થવા દે. વળી એ જ કારણે એ પૂર્ણ ભેગક્રિયાઓ અનુબંધથી એટલે પરંપરાએ પણ ઠેઠ ચરમ ભવ સુધી સુંદર હોય છે, કેમકે, સંક્લેશથી કે પરપરિતાપથી એને આચરી નથી. આવા સ્વરૂપવાળી ભેગક્રિયા સિવાયની બીજી સંકુલેશ વાળી પરસતાપક અને પરિણામે અસુંદર એવી કેઈપણ ભોગક્રિયાઓ સંપૂર્ણ નથી; કેમકે, એમાં સંલેશાદિને લઈને આ લેક પરલોક બનેની અપેક્ષાએ ભેગક્રિયાનું સ્વરૂપ જ ખંડિત કરી નાખ્યું છે. ગક્રિયાનું સ્વરૂપ તો એવું જોઈએ કે જે આ લોકમાં સ્વાતંત્ર્યસંક્લેશ અને પરાત્મપરિતાપથી અકલંકિત સુખ આપે, અને પરલેકમાં યાવત્ ચરમ ભવ સુધી સાનુબંધ સુંદર સુખ આપે, ન પિતાને સંકૂશ કે ન પરને સંતાપકારિતા.
પ્રવે-અહીં શ્રમણપણાની આરાધનાના ફળરૂપે ભોગકિયા કેમ બતાવી ?
ઉ૦-મુખ્ય ફળ તો પ્રારંભે મોક્ષસાધક ચરમભવનું સંધાન જ બતાવ્યું છે પરંતુ એ સંધાન પછી વચ્ચે ભવ તે થવાના ને ? એમાં પણ આરાધનાજન્ય પુણ્યથી ઊંચા રૂપ-રસાદિ