________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૧૫ (૩) વળી ગુર્નાદિ પ્રત્યે કૃતજ્ઞભાવ જાગતો રહે જોઈએ. એમને ઉપકાર આત્મસ્થાનને કરનાર હોઈ મહાન છે. માટે એ કદી ય ન વિસરાય. વીસરવામાં કઠેરતા, જાતનું અભિમાન અને સ્વાર્થ પટુતા કામ કરતા હોય છે, જે ધર્મના મૂળ પાયાભૂત દિલની કેમળતા, સારી વસ્તુની કદર, ને ગુણ માટેને હૃદયમાં ઢાળ અટકાવે છે. શુફલ બનવા માટે આ કઠે રતાદિ દેને આત્મઘાતક સમજી એ દૂર કરી કૃતજ્ઞભાવ સતત ઝળકો અને સક્રિય રાખવો જોઈએ.
(૪) શુકલ બનવા ઉપરોક્ત ત્રણે ગુણ અખંડ રાખીને પણ નિષ્ક્રિય નથી બેસી રહેવાનું, યા અસપ્રવૃત્તિમાં પડવાનું નથી. પરંતુ સદા સદુઆરંભી બન્યા રહેવાનું છે. મુનિને સદુઆરંભ સૂત્રપાઠ,શ્રત સ્વાધ્યાય, આવશ્યક પ્રતિક્રમણ-પ્રતિલેખના-વિહારાદિ ક્રિયાઓ, ગુર્નાદિકની સેવા-વિનય-વૈયાવચ્ચ વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ હોય છે. જે આ સત્ પ્રવૃત્તિ ન હોય તે જીવ કાં તે કુથલી-વિકથાભ્રમણા-વિકલ્પમાં ચડે, અથવા નિદ્રા-આળસમાં પડે (૫) સ–આરંભ પણ એવા હોય કે જે હિતાનુબન્ધી હોય, અર્થાત કલ્યાણની પરંપરા ચલાવે એવા હોય. આ માટે નિરાશંસ ભાવે ને નિરતિચારપણે સાધના કરવી જરૂરી છે વળી નિરંતરવૈરાગ્ય અને જમત્રી આદિ ભાવ વહેતા રાખવા આવશ્યક છે. તેમજ "જિનાજ્ઞા પ્રત્યે અનન્ય મમત્વ અને એનું પ્રસંગ-પ્રસંગ તથા પ્રવૃત્તિમાત્રમાં પુરસ્કરણ યાને જિનવચનને આગળ કરવું-આ માટે એને હિતાનુબંધ કહી શકાય બસ આ અખંડ ચારિત્ર વગેરે ધારણ કરનાર આત્મા “શુક્લ કહેવાય. જ્યારે,