________________
પ્રવજ્યા-પરિપાલની.
૪૦૧ આ પ્રમાણે સદ્ગુરુ પાસે સમજી એને ગુરુ ઉપર અખંડ આસ્થા અને બહુમાન વગેરે થાય. માનવજીવનને સાર એક માત્ર ચારિત્ર એને વિધિસર ગ્રહણ કરી અપ્રમાદ અને સંયમ. શુદ્ધિમાં એ પૂર્ણ પ્રયત્ન આદરે. એમ કરતાં કર્મ. જેમ જેમ નાબુદ થતું જાય છે, તેમ તેમ તેવા પ્રકારને મોહ હટતો જાય છે. તેથી હવે ઈષ્ટના વિયેગે તેને દુઃખ કે દુર્બાન થતાં નથી, અને અનિષ્ટ સંગથી કે શૂળ વગેરે વેદનાથી હાયવોય નથી. કામ, કષાયે, કે રતિ, અરતિ, હાસ્ય, શેક, ભય, જુગુપ્સાની પીડાએ શાંત થઈ જાય છે. એ શાંત થઈ ગયા, તેથી ચારિત્ર એટલે કે ક્ષમાદિ દશવિધ યતિગુણારૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે. સમ્યફ અવલોકનથી એ પ્રાપ્ત થતું જોઈને, આત્માને શુભભાવ વધતે ચાલે છે. તેથી અધિક ઊંચા ઊંચા ચારિત્રરૂપી આરોગ્યની કામના વધે છે. જેમ જેમ અતિ ઘણા કર્મવિકાર શમે છે, તેમ તેમ તેટલે અધિક અધિક આરોગ્ય-લાભ મળવાથી તે ચારિત્ર ઉપર એનું મમત્વ એાર વધે છે.
હવે આ સિવાય સ્પૃહણીય, જગતમાં કઈ વસ્તુ એને નથી લાગતી ક્યાંથી લાગે ? દેવે જેવા પણ બિચારા અનેક કષાયની પીડામા અને વિષયના વિકારોમાં પીડાતા હોવાનું જાણો પછી શી રીતે ચારિત્ર સિવાય કયાં ય સહેજ પણ રુચિ થાય? એમ ચારિત્ર-આરોગ્ય પર અતિ આદર જાગ્યાથી, પૂર્વે કહેલ દરદી જેમ નસવિંધન વગેરે સહે, એમ આ ચારિત્રમાં ગમે તેવા ઉગ્ર સુધાદિ પરિસહ અને દેવતાઈઘર ઉપસર્ગો વેઠવા તૈયાર રહે છે. એથી જરા ય ડર્યા કે ડગ્યા વિના, “એ કષ્ટથી કર્મરોગ શમીને આરોગ્ય
२१