________________
४०६
[પંચસૂત્ર-૪ સસંગ પ્રતિપત્તિ થઈ જાય ! અને એમાં તો જ્યાં ઈચ્છિત સર્યું કે રાગ દબાયાથી ગુરુ-પ્રતિપત્તિ બંધ પડી જશે. એને બદલે આત્માના સ્વભાવમાં પ્રતિપત્તિ આવી, એટલે તો એ રત્નપ્રકાશની જેમ વિશુદ્ધ અને સ્થિર (કાયમી) બનવાની. આરાધ્ય ગુરુ તરીકે પ્રતિપત્તિ કરી, એટલે હવે ગુરુની ઈચ્છા એ પિતાની પ્રવૃત્તિનું એજીન બનશે, અથવા પ્રવૃત્તિરૂપ એનજીન ચલાવનારી બનશે. ગુરુના આદર્શો અને ઉત્તમ ભાવના તે જ પિતાના બનશે. આ થાય તો જ સાચું અને ઊચું બહુમાન થયું ગણાય.
આ ગુરુની જે અસંગ સેવા છે તે બહુ જ ઊંચા પ્રકારની અને સૂમ કેટિની કહી છે કેમકે એમાં ગુરુ પરના અત્યંત બહુમાનથી જાણે સ્વાત્માનું ગુરુમાં વિલેપન થવાથી માને છે કે ગુરુને આત્મા એ જ પિતાને આત્મા, ગુરુની અનુકૂળતા એ જ પિતાની અનુકૂળતા; ગુરુની ઈચછા-આદર્શ—મત, એ જ પિતાની ઈચ્છા–આદર્શ—મત જેવી અતિ મમતાભરી લાગણીથી પોતાના આત્મા સાથે વર્તે, તેથી અધિક રીતે સહજભાવે ગુરુ સાથે વર્તે. આ અસંગ પ્રતિપત્તિ તે, મિથ્યાત્વ અને કષાયમેહનીયકર્મના ઉમદા ક્ષપશમના ઘરની હોવાથી, ભાવપ્રધાન ઉચ્ચ ભાવવાળી છે એ એટલા માટે, કે ગુરુની પ્રતિપત્તિમાં વિશેષ કરીને અચિંત્ય ચિંતામણસમ શ્રી અરિહંત ભગવતની પ્રતિપત્તિ છે, ખરેખરૂં એમના પર બહુમાન છે; કેમકે, ભગવંતની આજ્ઞા છે કે જે મને સ્વીકારે છે, તે (અવશ્ય) ગુરુને સ્વીકારે છે. આ રીતે અસંગભાવે બહુમાનથી ગુરુપ્રતિપત્તિ કરવાનું તત્ત્વ નિર્ણત થયું.
ગુરુ-બહુમાન કુલટાઉપવાસવતું ભયંકર – આમ જિનાજ્ઞા હાવા છતા, ગુરુબહુમાન કરવા જે તૈયાર