________________
-
-
-
-
પ્રવજ્યા-પરિપાલન ]
૩૮૫ ક્ષમા તે કોઈ પ્રતિકૂળ બને ત્યાં કરવાની ઊભી થાય. માટે આવે મને રથ ચિંતવ કે “કેઈ મને મારવા તલવાર ખેંચીને આવે, તે પણ મારા જીવને હું પૂર્ણ ક્ષમાવાળે રાખું. હું ક્ષમામાં ઝીલતો રહું ! ક્ષમારૂપી હીંચકામાં હીંગ્સ કરું ! ક્ષમાના આનંદમાં મસ્ત બનું! શત્રુ મારા કર્મ ખપાવવામાં સહાયક થાય છે તેથી એ શત્રુને મારો મિત્ર માનું. એ બિચારો પાપથી સંસારમાં રુલી જશે!—એવી એની દયા ખાઉં. જે હું કષાય કરું, તે ચ (૧) મારે પૂર્વે ઉપજેલાં મારાં કર્મોને તો અવશ્ય ભેગવવાં જ પડે છે; એથી આપત્તિમાં તે કાંઈ સુધરતું નથી. પણ વધારામાં (૨) આકુલતા-વ્યાકુળતાએ કરેલા કષાયથી આત્માના કર્મબંધન વધે છે, ને (૩) કષાયાદિના કુસંસ્કાર જર્જરિત થવાને બદલે તાજા અને દઢ થાય છે. (૪) માનવભવને ક્ષમા કેળવવાને સેનેરી ગુમાવાય છે ! અને (૫) સામાને પણ આ બધું નિપજાવાયા છે! કેટલા અનર્થ?” ઈત્યાદિ વિચારણાથી શત્રુને મિત્રવત્ લેખે.
આ નવ ઉપાચનું સેવન કરવા ૬ સાધન - (૧) આત્મા અપ્રમત્તભાવને ખીલવવાનું જરા ય ન ચૂકે. એ માટે (૨) પુદ્ગલના પરિચય માત્રથી ગભરાય. (૩) અનુકૂળ-પ્રતિકૂળ સંગમાં ઉદાસીન રહેવા ખૂબ સાવધાન હોય. (૪) એ માટે આત્માનું અવિકારી અને અક્ષય સ્વરૂપ, અસાંગિક આનંદ, જડથી તદ્દન અલિપ્તતાવગેરે ખૂબ ચિંતવે, અનુભવે, અને ભાવે. (૫) એ માટે જીવનને સંયમ-સ્વાધ્યાયના ગો તપથી જ વ્યાપ્ત કરે. (૬) આમ કરતાં કરતા અધ્યવસાયની ઊંચી વિશુદ્ધિ કરે. તેથી ક્ષપકશ્રેણી થઈ સાયિક ચારિત્ર, અને ક્ષાયિક જ્ઞાન રૂપી સ્થિર દ્વીપ અને દીય પ્રગટ થાય.
૨૫.