________________
૩૭૪
[પંચસૂત્ર-૪ એવા મહિના અર્થાત મિથ્યાત્વ અને કુમતિના અંધકારને હટાવવા દીવાની જેમ પ્રકાશ આપે છે.
જ્ઞાન અને ચારિત્રના અભાવે કેવા અનર્થ ? કે એ ચારિત્રદ્વીપ ન મળે તો એ વિકારોમાં પીડાઈ સડી મરવાનું થાય; અને એ દવે ન મળે તે આત્મઘરમાં સર્વનિધાન હોવા છતાં અજ્ઞાનના આ ધારામાં એ કાંઈ પણ દેખ્યા વિના કુટાઈ મરવાનું થાય.
કઈ ઘરમાં રત્નની પેટી હેય, મેવા પકવાન અને અમૃતપાને ભરેલા ભેજન હોય, પરંતુ જે ઘરમાં સાવ અંધકાર અંધકાર જ છે, પ્રકાશ નથી, તે એ ન દેખાવાથી લેવાનું તે મુશ્કેલ, પણ ઉલટું ઘરમાં અંધારે વચમાં થાંભલા વગેરે સાથે અથડાયા કુટાયા કરવાનું થાય. ત્યારે જે પ્રકાશ હોય તે તરત જ એને ગ્રહણ અને ઉપગ થઈ શકે. તે પ્રમાણે અંધકારમય સંસારમાં જ્ઞાન એ ભાવ પ્રકાશમય દીવે છે.
ઉદાયન રાજા પ્રભાવતી રાણે પર અત્યંત મુગ્ધ હતા શણું જૈનમંદિરમાં નૃત્ય કરતી પ્રભુની ભક્તિ અર્થે; ત્યારે રાજા ત્યાં વીણા વગાડતે રાણીની પ્રસન્નતા માટે! એવા વિષયાદિ વિકારોવાળા પણ રાજા, પ્રભાવતી ચારિત્ર પાળી દેવ થયેલ એનાથી જે પ્રતિબોધ-જ્ઞાનદીપ પામ્યો, ને એણે શ્રી મહાવીર પ્રભુ પાસે જે ચારિત્રરૂપી દ્વીપનું આલંબન કર્યું, તે વિકારોને વિદવ સ કરી ક્ષાયિક ચારિત્રે ચડી એ મહર્ષિ કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા.
વાદી સિદ્ધસેન બ્રાહ્મણ ધુરંધર વિદ્વાન છતાં સર્વસાક્ત તત્ત્વનું જ્ઞાન નહિ પામેલા, તે મિથ્યાજ્ઞાન-અભિમાનના-અંધકારમાં અથડાતા હતા. જનાચાર્ય વૃદ્ધવાદીજી સાથે વાદમાં હારવાથી શરત મુજબ એ એમના શિષ્ય થઈ જૈન સિદ્ધાન્ત ભણયા