________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૭૫
એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનદીપકને તત્વ પ્રકાશ પામ્યા કે એથી રાજા વિક્રમાદિત્ય જેવાને ય પ્રતિબધી જિનશાસનનાં પ્રખર પ્રભાવક બન્યા, ને એમની “સિદ્ધસેન દિવાકર” તરીકે પ્રખ્યાતિ થઈ
આવા ચારિત્રદ્વીપ અને જ્ઞાન પ્રદીપના દરેકના ૨-૨ પ્રકાર છે.
દ્વીપના બે પ્રકાર ૧. કેટલાક બતા, ને ૨. કેટલાક તરતા. ડૂબતા બેટ એટલે એટલે એના પર સમુદ્રના પાણી ચઢી જાય ત્યારે દેવાઈ ડૂબી જાય એવા. બીજા તરતા–સ્થિર જોવાઈ ન જાય એવા દ્વીપ. અહિં ક્ષાપશમિક ચારિત્ર એ પહેલા પ્રકારના દ્વિીપ જેવું છે. અને ક્ષાયિક ચારિત્ર એ બીજા પ્રકારના.
દી પણ બે પ્રકારઃ ૧. અસ્થિર-વિનાશી,ને ૨. સ્થિર-અવિનાશી. નિયતકાળ-નિયત ક્ષેત્રવાળે તે અસ્થિર તેલને દીવે, અર્થાત્ તે તેલ આદિ સામગ્રી વિનાના કે વં ટેળ આદિ વિદનવાળા બીજા ક્ષેત્ર-કાળે બુઝાઈ જાય. ત્યારે ક્ષેત્ર અને કાલનું જેને બંધન નથી એ મહા રત્નદીપક નિત્ય સ્થિર દીવે.
ક્ષાપશમિક મતિ શ્રુત વગેરે જ્ઞાન અસ્થિર દી છે; સ્થિર દીવો ક્ષાયિકજ્ઞાન, કેવલજ્ઞાન. દીપ-દ્વીપ બનેમાં પ્રથમ જે ક્ષાપશમિક, એ વિલંબે ઈષ્ટ સિદ્ધિ માટે થાય; કેમકે વ્યાઘાતના ભયવાળું છે. બીજું ક્ષાયિક દીપ દ્વીપ એ વિલંબ વિના ઈષ્ટ ક્ષસિદ્ધિ માટે થાય, કેમકે વ્યાઘાત-રહિત છે, સાધક આ બધું માત્ર જાણે એમ નહિ, પરંતુ અસ્થિર ક્ષાપશમિકમાંથી સ્થિર એવા ક્ષાયિક ચારિત્ર ને ક્ષાયિક જ્ઞાનમાં જવા ઉદ્યમ કરે.
એ એ દ્વીપ શું ચીજ છે? દરિયામાં પડેલાને દ્વીપ મળ્યાથી જેમ સાગરમાં તણાઈ જવાનું રહેતું નથી, દ્વીપ એને