________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૯ માતાપિતા અજર અમર બની શકે. આ એમને છેડીને જવામાં સંભવિત છે. માટે સત્યરૂપે ચારિત્ર લેવા માટે એમને છોડી જવું એ એગ્ય છે. શાથી ચગ્ય? માતાપિતાના ઉપકારને બદલે વાળી શકાય તેવું નથી, ભલે સાંસારિક ગમે તેટલા સુખનાં સાધન–સગવડ લાવી આપે, ગમે તેટલી તેમની સેવાચાકરી કરે, તે પણ બદલો ન વાળી શકે. કેમકે એમણે પુત્રની ગર્ભની અને બાળપણની જે કટેકટીમાં જે ઉપકાર કર્યો છે, તેવી માબાપની કટોકટી થાય અને એ ઉપકાર કરે, તો તુલ્ય ઉપકારે એમને બદલે વાન્ય કહેવાય, પણ તે શક્ય નથી. શક્ય હોય તો ય તે એક જ જન્મને ઉપકાર થાય એ તો એક માત્ર ધર્મ–ઔષધ પમાડીને જ બદલે વાળી શકાય. હવે જે એ ધર્મ પમાડી શકવાના જીવનકાળમાં મિથ્યા ક૯૫નાથી ઘરમાં બેસી રહી, ધર્મ પમાડવાનો પ્રસંગ ગુમાવાય, તે એમને કરોગે ભવના દુઃખમાં રીબાવું રહ્યું. પરમાર્થની દષ્ટિએ આ એમની પ્રત્યે કેટલી ક્રૂરતા ? તેથી જ સહુરૂષોને એ ધર્મ છે કે માતાપિતાના ઉપકારને બદલે વાળવો જોઈએ.
ત્રિલેકનાથ શ્રી મહાવીર પ્રભુનું આમાં સચોટ દષ્ટાંત છે. જ્ઞાનથી એમણે પિતે “ચારિત્ર લે તે તેથી માતાપિતાને ભયંકર અકુશલાનુબંધ શેક થાય, એમ જાણી ગર્ભમાં જ અભિગ્રહ ધારીને એ શેકને અટકાવ્ય, સાતમે માસે ગર્ભમાં જ રહ્યા પ્રતિજ્ઞા કરી કે “માતાપિતાના જીવતા હું દિક્ષિત નહિ થાઉં? અહિં એ ખાસ સમજવાનું કે શ્રી મહાવીરવિભુ ગર્ભથી અવધિજ્ઞાને સંપન્ન હતા. એથી એ જાણી શકે છે કે આ માતા'પિતાને જે શેક થવાનું નિમિત્ત ન અપાય, તે એમની