________________
૩૩૪
[ પંચસૂત્ર-૪ બ્રાહ્મણ ઈંદ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ પાસે આવ્યા તે જ ચારિત્રના અંગે પામ્યા. માટે ગુરુગ કારણ કહેવાય. ઉપાયમાં શુદ્ધ થયા પછી એજ શુદ્ધ ઉપાય કાર્ય સાધી શકે છે. માટે જ એકલી શુદ્ધિને નહિ પણ એ શુદ્ધ ઉપાયને કારણ કહેવું. એકલી શુદ્ધિ કેના આધારે હોય? શુદ્ધ વિદ્યાથી પંડિત કહેવાય છે, કેવળ શુદ્ધિથી નહિ. અશુદ્ધિ હોય તો ય ઉપાય વ્યવહારથી તો કારણ તરીકે કહેવાશે જ, નિશ્ચયથી નહિ કહેવાય. વ્યવહારથી સાધન તરીકે કહેવાનું એટલા માટે કે શુદ્ધ હૃદયે અશુદ્ધ પણ ઉપાયને આદરતાં આદરતાં એમાં શુદ્ધિ આવી જાય છે. બાકી નિશ્ચયથી તે ઉપાયની પાછળ કાર્ય આવે જ. કાર્ય ન આવતું હોય તો એમાં ઉપાયપણું ક્યાં રહ્યું ? એમ નિશ્ચય-દષ્ટિ
અવિપર્યાસ-સવ-વિશુદ્ધિભાવપૂર્વક ચારિત્રપાલન
તાત્પર્ય, ચિત્તને કોઈ પણ પ્રકારે વિપર્યાસ ઊભું ન થવા દેતાં મહાસને જીવંત રાખી અને વિશુદ્ધ ભાવ વધતા રાખો ચારિત્રમાર્ગની સાધનાઓ કર્યો જવી એ પ્રત્રજ્યાફળને જરૂર સાધી આપશે. જે બુકમારો જીવ પૂર્વ ભવે મુનિ બન્યા પછી ઘરે નેઢા મૂકેલી નાગિલાના મેહમાં ચિત્તવિપર્યાસ પામ્યો, સત્વ ગુમાવ્યું, તે એ મુનિ પરિણામ પડી ઘરે જવા આવ્યા. પણ નાગિલાએ કલ્યાણમિત્ર બની એમને ઉત્તેજિત કર્યો તે એ મહાસત્વ કેળવી પાછા ચારિત્રમાં સ્થિર થઈ એવું માન્યું કે પછી સ્વર્ગે જઈ શિવકુમાર રાજપુત્ર બનીને પિતાના અંતરાયે ઘરમાં રહેવું પડ્યું છતાં ચારિત્ર જેવું પાળ્યું. છઠ્ઠને પારણે આબેલ કર્યા પછી દેવ થઈ જંબુસ્વામી બન્યા.